Get The App

સુરતના વિદ્યાર્થિનીનું IIM બેંગ્લોરમાં ભેદી સંજોગોમાં મોત, હોસ્ટેલની લોનમાં બેભાન મળ્યો

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
સુરતના વિદ્યાર્થિનીનું IIM બેંગ્લોરમાં ભેદી સંજોગોમાં મોત, હોસ્ટેલની લોનમાં બેભાન મળ્યો 1 - image


Bangalore IIM : કર્ણાટકના બેંગ્લોર સ્થિત આઈ.આઈ.એેમમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા સુરતના કોલેજીયન યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી. સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સુરતમાં રહેતો 29 વર્ષીય નિલય કૈલાશભાઈ પટેલ બેંગ્લોરમાં ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામના બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને ત્યાં હોસ્ટેલમાં રહેતો હતો. બે દિવસ પહેલા સવારે હોસ્ટેલના લોનમાં રહસ્યમય સંજોગોમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.  

સિક્યુરીટી ગાર્ડની તેની પર નજર પડતા ત્યાં દોડી જઇને સીપીઆર આપ્યુ હતું. પણ તે હલનચલન કરતો નહી હોવાથી ગભરાઇને તરત હોસ્પિટલ લઇ જવાયો હતો. પણ ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પરિવાર આઘાતમાં સરી પડયો હતો.

બેંગ્લોરની સ્થાનિક પોલીસે કહ્યુ કે, તે બિલ્ડીંગના બીજા માળેથી નીચે પડી ગયો હોવાની શકયતા છે. નિલયના હોસ્ટેલમાં ઘણા ઓછા મિત્રો હતો. તેનો 29મો બર્થડે મિત્રો સાથે રાતે ઉજવ્યો હતો. ત્યારબાદ સવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. તેણે દારુનો નશો કર્યો હોવાની શક્યતા છે. જોકે, સમગ્ર અને મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

નિલય સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. તેણે 2019 માં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બી.ટેક પૂર્ણ કર્યું હતું. પાસ આઉટ થયા પછી, તેણે બેંગલુરુમાં ત્રણ વર્ષથી વધુ સમય માટે સાથે કામ કર્યું  હતું. જ્યાં તેણે કન્ઝ્યુમર ઇન્ટરફેસ પર કામ કર્યું હતું.



Google NewsGoogle News