Get The App

સુરત: રાજ્યની સૌથી ધનાઢ્ય સુરત જિલ્લા પંચાયતે સુરતમાં આવેલી જમીનો વેચવા કાઢી

Updated: Jun 19th, 2023


Google NewsGoogle News
સુરત: રાજ્યની સૌથી ધનાઢ્ય સુરત જિલ્લા પંચાયતે સુરતમાં આવેલી જમીનો વેચવા કાઢી 1 - image


Image Source: Freepik

- વેડરોડ , કતારગામ, સ્ટેશન રોડ સહિત તમામ જમીનો વેચી દરેક તાલુકામાં જમીનો લેવાશે

સુરત, તા. 19 જૂન 2023, સોમવાર

રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી સુરત જિલ્લા પંચાયતની માલિકીની સુરતના કતારગામ, વેડરોડ, સ્ટેશન રોડની જમીનો વેચવા કાઢી છે. આજની સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવતા રાજ્ય સરકારમાં આગામી દિવસોમાં દરખાસ્ત મોકલવામાં આવશે.

ચોકબજાર દરિયામહેલ ખાતે આવેલી સુરત જિલ્લા પંચાયત ખાતે આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના કામોને બહાલી આપ્યા બાદ અધ્યક્ષ સ્થાનેથી પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે એક ઠરાવ કર્યો હતો કે સુરત શહેરમાં જિલ્લા પંચાયતની માલિકીની ઘણી જમીનો આવી છે. જે વણ વપરાયેલી પડી છે. આથી આ જમીન સરકારના ધારા ધોરણ મુજબ વેચીને જે પણ આવક આવશે તેમાંથી નવ તાલુકામાં જમીન લેવામાં આવશે. અને જે પણ જરૂરિયાત હશે જેમ કે કર્મચારીના રહેઠાણ, આરોગ્ય, કે કોઈ પણ હેતુ માટે ઉપયોગમાં લેવાશે. આ તમામ જમીનો પાલિકા વેચાણથી માંગેશે તો આપીશું. ધાર્મિક, આરોગ્ય સંસ્થા, શેક્ષણીક સંસ્થા ને પ્રથમ પાયોરીટી આપવામાં આવશે. સરકારમાં માર્ગદર્શન લેવામાં આવશે અને ત્યાંથી આવ્યા પછી જ કાર્યવાહી થશે. આ જમીનો કતારગામ, વેડરોડ અને સ્ટેશન રોડ સહિત અન્ય જગ્યાએ આવી છે. આજની સભામાં રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં માટે ઠરાવ થતાં સર્વાનુમતે બહાલી આપતા આગામી દિવસોમાં સરકારમાં મોકલવાની દરખાસ્ત કરવામાં આવશે.

સરકારે કોઈ હેતુ માટે ફાળવી હોય તો વેચી શકાશે નહિ

આ દરખાસ્ત અંગે સુરત જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાએ સભામાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની માલિકીની જે જમીનો હશે તે જ વેચી શકાશે. સરકારે કોઈ હેતુ માટે ફાળવી હોય તો વેચી શકાશે નહી.

તો જમીન માલિકને આ જમીન પાછી આપી દેવી પડશે

સભામાં સિનિયર પંચાયત સભ્ય અફઝલ પઠાણે જણાવ્યું હતું કે આ બધી જમીનો વેચવા કાઢીશું તો આ જમીનો જે મૂળ માલિકીની છે તેમને પાછી આપી દેવી પડશે. જેને લઇને પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું હતું  કે એટલા માટે જ સરકારનું માર્ગદર્શન લઈને અને મંજૂરી મળ્યા પછી જ કાર્યવાહી કરીશું.

સરકારમાંથી મંજૂરી મળશે તો હરાજી કરીને જમીન વેચીશું

પ્રમુખ ભાવેશ પટેલ ના જણાવ્યા મુજબ જો સરકારમાંથી મંજૂરી મળશે તો જાહેર હરાજી કરીને વેચીશુ. સુરતમાં આવેલી જમીનો કરતા તાલુકા પ્લેસ માં જમીનો લઈશું તો ગામડા ના લોકોને ફાયદો થશે.


Google NewsGoogle News