સુરત સાઉથ ચેપ્ટરનું CMA ઇન્ટરમીડીયેટનું 31 ટકા, ફાઇનલનું 38 ટકા રિઝલ્ટ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
સુરત સાઉથ ચેપ્ટરનું CMA ઇન્ટરમીડીયેટનું 31 ટકા, ફાઇનલનું 38 ટકા રિઝલ્ટ 1 - image


- સુરતનો અક્ષત બેરીવાલા ઇન્ટર મીડીયેટમાં ઓલ ઇન્ડિયા ટોપર : દેશના ટોપ-50 માં સુરત-દ.ગુજરાતના 10, ફાઇનલમાં ચાર વિદ્યાર્થી   

   સુરત

ઓલ ઇન્ડિયા લેવલે લેવાયેલી સીએમએની અલગ અલગ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતા સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરનું સીએમએ ઇન્ટરમીડીયેટનું ૩૧ ટકા અને સીએમએ ફાઇનલનું ૩૮ ટકા પરિણામ આવ્યુ હતુ. ઇન્ટરમીડીયેટમાં દેશભરમાં ટોપ-૫૦ રેન્કમાં સુરતના ૧૦ વિદ્યાર્થીઓ અને તેમાંય અક્ષત બેરીવાલા ઓલ ઇન્ડિયા ફસ્ટ રેન્ક સાથે ટોપર બન્યો હતો. ફાઇનલના પરિણામમાં પણ ચાર વિદ્યાર્થી ટોપ-૫૦ રેન્ક સાથે સુરતનું નામ ચમકાવ્યુ હતુ.

ચાર્ટડ એકાઉન્ટન્ટ ( સી.એ ) માં સુરતના વિદ્યાર્થીઓ દેશભરમાં ઝળક્યા બાદ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ ( સીએમએ) માં પણ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહ્યા છે.ગત વર્ષના એન્ડમાં ધી ઇન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સીએમએ ઇન્ટર મીડીયેડ અને ફાઇનલનું આજે પરિણામ જાહેર કર્યુ હતુ. આ પરિણામ અંગે સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના ચેરમેન ભરત સવાણીએ જણાવ્યુ હતુ કે ડિસેમ્બર-૨૦૨૩ માં ૨૦૧૬ અને ૨૦૨૨ ના કોર્સ મુજબ સીએમએ ઇન્ટર મીડીયેડ અને ફાઇનલ પરીક્ષા લેવાઇ હતી. જેનું આજે પરિણામ જાહેર થતા ૨૦૨૨ ની ઇન્ટર મીડીયેડનું ૩૧ ટકા અને ૨૦૧૬ નુ ૨૯ ટકા પરિણામ આવ્યુ હતુ. જયારે ફાઇનલમાં ૨૦૨૨નું ૩૮ ટકા અને ૨૦૧૬ નું ૧૮ ટકા પરિણામ જાહેર થયુ છે. આ પરિણામમાં ઇન્ટર મીડીયેડ ૨૦૨૨ ની પરીક્ષા આપનાર અક્ષત બેરીવાલા ૮૦૦ માંથી ૬૮૦ માર્કસ મેળવીને આખા દેશમાં ટોપર બન્યો હતો. ઇન્ટર મીડીયેડના બન્ને કોર્સ થઇને કુલ ૧૦ વિદ્યાર્થીઓ દેશભરના ટોપ-૫૦ રેન્ક હાંસિલ કર્યો છે. જયારે ફાઇનલમાં સુરત સાઉથ ચેપ્ટરના ૨૦૨૨ ના કોર્સની પરીક્ષા આપનારા ચાર વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ટોપ-૫૦ રેન્ક હાંસિલ કર્યો છે. આમ સીએમએના ઇન્ટર મીડીયેડ અને ફાઇનલની પરીક્ષામાં ટોપ-૫૦ માં ૧૪ વિદ્યાર્થીઓએ ટોપ-૫૦ માં રેન્ક મેળવીને સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરનું ગૌરવ વર્ધાયુ છે.

ઇન્ટરમીડીયેટ અને ફાઇલના ગુ્રપના રિઝલ્ટ

લેવલ               એકઝામ          બન્ને ગુ્રપ ફર્સ્ટ ગુ્રપ     ટકા

ઇન્ટર(૨૦૧૬)      ૧૫૮              ૩૪       ૧૨      ૨૯

ઇન્ટર(૨૦૨૨)       ૨૨૯            ૪૧       ૩૧      ૩૧

ફાઇનલ(૨૦૧૬)         ૫૭          ૦૪      ૦૬       ૧૮

ફાઇનલ(૨૦૨૨ )        ૬૬       ૧૩      ૧૨       ૩૮


સીએમએ ફાઇનલના દેશના ટોપ-૫૦ રેન્કર

નામ         માર્કસ  રેન્ક

ગૌરવ તેજવાની     ૫૧૨    ૧૦

દિવ્યાંશ સંધવી      ૪૯૯    ૧૮

કૌશિક શાહ             ૪૬૯   ૩૯

ભાવિક ભાલાણા     ૪૬૪    ૪૪

ઇન્ટર મીડીયેટમાં દેશના ટોપ-૫૦ રેન્કર વિદ્યાર્થીઓ

નામ                                માર્કસ રેન્ક

અક્ષત ગણેશ બેરીવાલા      ૬૮૦     ૧

નિશીતા શર્મા                     ૫૮૬     ૫

આયુષી બોહરા                   ૫૭૨     ૯

રિશી અગ્રવાલ                  ૫૨૬      ૩૩

મુસ્કાન લાલવાની             ૫૨૩      ૩૬

રિશીતા બીરલા                 ૫૧૦      ૪૫

વેનીલ ગાંધી                     ૫૦૭     ૪૮

ખુશી બદલાની                   ૫૦૭    ૪૮

મેઘા સચીન                       ૪૩૪    ૪૬

રિશીત જરીવાલા               ૪૩૦    ૫૦

(છેલ્લા બે વિદ્યાર્થીઓ ૨૦૧૬ ના સિલેબસના રેન્કર છે

સુરત સાઉથ ચેપ્ટરનું CMA ઇન્ટરમીડીયેટનું 31 ટકા, ફાઇનલનું 38 ટકા રિઝલ્ટ 2 - image


ટયુશન રાખ્યા વગર જાત મહેનતથી અક્ષત બેરીવાલ દેશમાં ટોપર બન્યો


દેશભરમાં સીએમએ ઇન્ટર મીડીયેટમાં ટોપર બનેલ વિદ્યાર્થી અક્ષત બેરીવાલાએ કોઇ પણ જાતના ટયુશન લીધા વગર જાત મહેનતથી ટોપર બન્યો છે. આ વિદ્યાર્થી સી.એ ઇન્ટર મીડીયેડમાં ભારતભરમાં સાતમો રેન્ક હાંસિલ કર્યો હતો.

દેશભરમાં સીએમએ ઇન્ટર મીડીયેડમાં ટોપર બનેલ વિદ્યાર્થી અક્ષત બેરીવાલ આજે પરિણામ જાહેર થતા સુરતની બહાર હોવાથી સાથી મિત્રો સાથે તેની આ ખુશીની પળ મનાવી શક્યો ના હતો. અક્ષતે ટેલિફોનિક વાતચિતમાં કહ્યું કે, સી.એ ઇન્ટર મીડીયેડની તૈયારીઓ કરીને દેશભરમાં સાતમો રેન્ક મેળવ્યો હતો. તેના લાભ સીએમએ ઇન્ટર મીડીયેડમાં થયો છે. બન્નેમાં સિલેબસ સરખો આવતો હોવાથી સીએમએ ઇન્ટર મીડીયેડ માટે કોઇ પણ જાતના ટયુશન લીધા વગર ઘરેથી તૈયારીઓ કરી હતી. હાલ સી.એ ફાઇનલની પરીક્ષા બાકી છે. અને હાલ તે મુંબઇની એક કંપનીમાં આર્ટીકલશીપ કરી રહ્યો છે. સીએમએ અને સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે કલાસ કે ટયુશનમાં જે પણ ચલાવવામાં આવે છે. તેનું ઘરે આવીને રિવિઝન કરવાથી લાભ થાય છે.  ઇન્સ્ટિટયુટ જે બુક આપે છે. તે બુકનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરવાથી સારુ પરિણામ મળે છે.

સુરત સાઉથ ચેપ્ટરનું CMA ઇન્ટરમીડીયેટનું 31 ટકા, ફાઇનલનું 38 ટકા રિઝલ્ટ 3 - image

જય વીરુ જેવી જોડી સીએમએ ફાઇનલમાં ટોપ-50માં

સીએમએ ફાઇનલની પરીક્ષામાં ગૌરવ તેજવાની ઓલ ઇન્ડિયા ૧૦ મો અને દિવ્યાંશ સંધવી ૧૮ મો રેન્ક હાંસિલ કર્યો છે. આ બન્નેના માર્ગદર્શકે  વિદ્યાર્થીઓ ગુજરાતમાં ફસ્ટ રેન્ક આવ્યા હોવાના દાવો કર્યો છે. જો કે આ બન્ને વિદ્યાર્થીઓની અભ્યાસની સફર ફિલ્મ શોલેના જય અને વીરુની યાદ અપાવે તેવી છે. આ બન્ને વિદ્યાર્થીઓ ધોરણ ત્રણ થી લાર્ન્સર આર્મી સ્કુલમાં સાથે ભણતા હતા. ત્યાંથી લઇને સીએમએ ફાઇનલ સુધી એક જ બેન્ચ બેસીને ભણ્યા છે. બન્નેની તૈયારીઓ પણ સરખે સરખી જ થતી હતી. બન્ને એકબીજાને પુછી પુછીને તૈયારીઓ કરતા હતા. સાથે જ બન્ને વિદ્યાર્થીઓને સીએમએમાં જ કારર્કિદી બનાવવી છે.


છેલ્લા બે વર્ષમાં સીએમએમાં વિદ્યાર્થીઓનો ક્રેઝ વધ્યો છે

સીએમએ આમ તો અઢી વર્ષમાં પૂર્ણ થાય છે. જયારે સીએ ઇન્ટરશીપ સાથે પાંચ વર્ષમાં પૂર્ણ થાય છે. આથી વિદ્યાર્થીઓ હવે સીએમએ તરફ વળ્યા છે. છેલ્લા બે વર્ષમાં સુરતના વિદ્યાર્થીઓમાં સીએમએમાં રસ વધ્યો છે. જેનું મુખ્ય કારણ સી.એની જેમ સીએમએમાં પણ સારી એવી જોબ ઓફર મળી રહી છે. ખાસ કરીને સીએમએ બન્યા પછી કોર્પોરેટ પ્લેસમેન્ટ મળી રહ્યા છે. આજ કારણોસર વિદ્યાર્થીઓ સીએમએ તરફ વળી રહ્યા છે. અને તનતોડ મહેનત કરતા સીએમએનું પરિણામ પણ સારુ આવતા વિદ્યાર્થીઓ દેશ લેવલે ઝળકી રહ્યા છે. 



Google NewsGoogle News