સુરતમાં વરસાદનું જોર ઘટતા તંત્રએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
સુરતમાં વરસાદનું જોર ઘટતા તંત્રએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી 1 - image

સુરત, તા. 25

સુરતમાં ગુરુવારે સવારથી વરસાદનું જોર ઘટી જતાં સુરતીઓ સાથે સાથે પાલિકા તંત્રને પણ રાહત થઈ છે. આ ઉપરાંત ખાડી પુર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી હતી. પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

ગત રવિવારે સાંજથી સુરત શહેર અને જિલ્લામાં દેમાર વરસાદ ના કારણે શહેર માંથી પસાર થતી ખાડીઓ ઓવર ફ્લો થઈ હતી જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હજી પણ સુરતમાંથી પસાર થતી સીમાડા ખાડી ઓવર ફ્લો છે પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના આદેશ આપ્યા છે. તેથી તંત્રએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે. આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


Google NewsGoogle News