Get The App

સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક દુષ્કર્મ, પછી લૂંટ ચલાવી ફરાર થયા બાદ એક પકડાયો

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News


સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક દુષ્કર્મ, પછી લૂંટ ચલાવી ફરાર થયા બાદ એક પકડાયો 1 - image

Surat Robbry Case: સુરતના પુણા સીતાનગર જેવા ભરચક વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની હતી. મોડી રાત્રે લેસપટ્ટીના કારખાનેદારના ઘરનો દરવાજો ખખડાવી બે લૂંટારૂઓ ઘરમાં ઘૂસ્યા હતા. ચપ્પુની અણીએ કારખાનેદારને બંધક બનાવી તેની પત્ની સાથે વારાફરતી દુષ્કર્મ આચરીને વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ રોકડા રૂ.30 હજાર, બ્રેસલેટ અને મોબાઇલ મળી અંદાજીત રૂ.60 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. મળસ્કે બનેલી ઘટનાની પોલીસને સાત કલાક બાદ જાણ કરાતા પુણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાની ભાવનગરથી ધરપકડ છે.

સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક દુષ્કર્મ, પછી લૂંટ ચલાવી ફરાર થયા બાદ એક પકડાયો 2 - image

પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લૂંટ અને સામૂહિક દુષ્કર્મનો ભોગ બનનાર દંપતી મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને હાલ સુરતના પુણા સીતાનગરમાં રહે છે. ત્રણ વર્ષ અગાઉ તેમન લગ્ન થયા હતા અને સુરતના કતારગામ વિસ્તારમાં તેમનું લેસપટ્ટીનું કારખાનું આવેલું છે. કારખાનેદાર અને તેમની 33 વર્ષીય પત્ની ગુરૂવારે મળસ્કે ઘરે હાજર હતા ત્યારે ત્રણ વાગ્યાના અરસામાં કોઈકે દરવાજો ખટખટાવતા કારખાનેદારે દરવાજો ખોલતાં ત્રણ અજાણ્યા લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. બંનેએ કારખાનેદારને ચપ્પુની અણીએ બંધક બનાવ્યા હતા અને બાદમાં તેની પત્નીને અગાસીમાં લઈ જઈ વારાફરતી ત્રણવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઇજાઓ પહોંચી છે.અને તેનો વીડિયો ઉતાર્યો હતો.

બાદમાં બંને દંપતી પાસેથી રોકડા રૂ.37 હજાર, બ્રેસલેટ અને મોબાઈલ ફોન મળી અંદાજીત રૂ.60 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બંનેએ તેમને ધમકાવ્યા હોય દંપતીએ તે સમયે કોઈ બુમાબુમ કરી નહોતી અને ઘટનાના સાત કલાક બાદ સવારે 10 વાગ્યે પોલીસને જાણ કરતા પુણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા તેમાં બે અજાણ્યાની અવરજવર નજરે ચઢી હતી. પોલીસે મહિલાની પુછપરછ કરતા તેણે બે યુવાન પૈકી એક તે વિસ્તારમાં આવતો હોવાનું જણાવ્યું હતું. પુણા પોલીસે બનાવ અંગે લૂંટ અને સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધી ચાર ટીમો બનાવી ક્રાઈમ બ્રાન્ચ સાથે મળી સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસને આ બનાવમાં ત્રણ રીઢા ગુનેગારોની સંડોવણીની વિગતો મળતા તે પૈકી એકની અટકાયત કરી છે. જયારે અન્ય બે ફરાર થતા તેમની શોધખોળ હાથ ધરી છે.

સ્થાનિકોની ફરિયાદ : ત્રણ રીઢા ગુનેગાર કોઈના પણ ઘરમાં ઘૂસીને મહિલાઓને ટાર્ગેટ કરે છે

પુણા સીતાનગર જેવા ભરચક વિસ્તારમાં મળસ્કે ત્રણ વાગ્યે દરવાજો ખટખટાવી ઘરમાં ઘૂસી કારખાનેદારને બંધક બનાવી તેની પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ કરનાર બે યુવાનો સાથે અન્ય એક યુવાન પણ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ત્રણેય ત્યાંના રીઢા ગુનેગાર અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુલ ઉર્ફે જઠર અને દિનેશ ઉર્ફે છોટુ યાદવ હોવાનો ખુલાસો થયો છે. વરાછા વિસ્તારમાં રહેતા ત્રણેય કોઈના પણ ઘરમાં ઘૂસીને મહિલાઓને ટાર્ગેટ કરે છે.


Google NewsGoogle News