Get The App

સુરતમાં 29 જૂન સુધીમાં 5.22 ઇંચ ને રવિવારે 10 કલાકમાં પણ 5.22 ઇંચ

Updated: Jun 30th, 2024


Google News
Google News
સુરતમાં 29 જૂન સુધીમાં 5.22 ઇંચ ને રવિવારે 10 કલાકમાં પણ 5.22 ઇંચ 1 - image


- રાંદેર ઝોનમાં 6 ઇંચ, કતારગામમાં 5.5  ઇંચ, વરાછા-એ અને સેન્ટ્રલમાં 4.5 ઇંચ : શહેરનો કુલ વરસાદ 10.44 ઇંચ

     સુરત

સુરત શહેરમાં આજના દિવસને બાદ કરતા આખા જુન મહિનામાં કુલ ૫.૨૨ ઇંચ વરસાદી પાણી પડયું હતુ. આજે મેઘરાજા મહેરબાન થતા સુરત શહેરમાં ૧૦ કલાકમાં જ સરેરાશ ૫.૨૨ ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મ્યુનિ. તંત્ર દોડતુ થયુ હતુ.

સુરત શહેરમાં પણ આજે સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હતા. જેમાં શહેરીજનો સવારે ઉઠે ત્યારે જાણે દિવસના બદલે રાત્રી હોઇ તેવુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. આકાશમાં ચારેબાજુથી કાળા ડિંબાગ વાદળો છવાવાની સાથે અંધારપટ માહોલમાં દેમાર વરસાદ વરસી રહ્યો હતો. આ વરસાદ વચ્ચે સુરત શહેરના આઠ ઝોન પૈકી સૌથી વધુ વરસાદ રાંદેરમાં ૬ ઇંચ, કતારગામમાં ૫.૫ ઇંચ, વરાછા-એ માં ૪.૫ ઇંચ, વરાછા બી ઝોનમાં ૪ ઇંચ સહિત તમામ ઝોન મળી સરેરાશ ૫.૨૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોગાનુંજોગ આજના દિવસને છોડીને આખા મહિનામાં કુલ ૧૩૧ મિ.મિ એટલે કે ૫.૨૨ ઇંચ નોંધાયો હતો. અને આજે પણ આટલો જ વરસાદ નોધાતા મ્યુનિ. પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ હોઇ તેમ ઠેર-ઠેર પાણી ભરાતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. જોકે, બપોર પછી વરસાદ ધીમો પડતા શહેરીજનોએ રાહત અનુભવી હતી. અને પાણી ઓસરતા ૧૦ કલાક થંભી ગયેલુ શહેર ધબકતુ થઇ ગયુ હતુ. આજના વરસાદની સાથે જ સુરત શહેરનો કુલ ૨૬૧ મિ.મિ એટલેકે ૧૦.૪૪ ઇંચ વરસાદ થયો છે. જેમાં જુન મહિનામાં ૧ થી ૨૯ દિવસ ૫.૨૨ ઇંચ અને આજે ૩૦ મી જુને ૫.૨૨ ઇંચ વરસાદ વરસ્યો હતો.

ઝોન      વરસાદ ( ઇંચ)

રાંદેર         ૬.૦

કતારગામ    ૫.૫

વરાછા એ    ૪.૫

સેન્ટ્રલ        ૪.૫

વરાછા બી   ૪.૦

લિંબાયત     ૩.૫

ઉધના        ૩.૫

અઠવા        ૨.૦

Tags :
suratweatherrain

Google News
Google News