Get The App

કોયલી ખાડીના રી કન્સ્ટ્રક્શનની કામગીરીનો સર્વે શરૂ થતાં લાઈનદોરીમાં આવતા અસરગ્રસ્તોનો મોરચો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
કોયલી ખાડીના રી કન્સ્ટ્રક્શનની કામગીરીનો સર્વે શરૂ થતાં લાઈનદોરીમાં આવતા અસરગ્રસ્તોનો મોરચો 1 - image


- આંજણા  ઉમિયા માતાના મંદિરની પાછળ પંચશીલ નગર વસાહત કોયલી ખાડી રિ-કન્સ્ટ્રકશન ની લાઈન દોરી માં આવતા અસરગ્રસ્તોએ લિંબાયત ઝોન પર મોરચો કરી વૈકલ્પીક વ્યવસ્થાની માગણી કરી

સુરત, તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર

સુરતમાંથી પસાર થતી કોયલી ખાડીને રિ કન્સ્ટ્રકશન ની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ આ કામગીરી હાથ ધરવા પહેલા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્વેમાં  કેટલીક લાઈન દોરી જાહેર કરવામાં આવી છે  લાઈન દોરી જાહેર કરતાં જ અસરગ્રસ્તો દ્વારા પાલિકા કચેરી જઈને મોરચો માંડ્યો છે. આજે લિંબાયત ઝોનમાં આંજણા વિસ્તારમાં ખાડી કિનારાની વસાહતના રહીશોએ વૈકલ્પિક જગ્યાની માંગણી કરી છે.  

સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડી માંથી ગંદકી દૂર કરવા સાથે પાણી વધુ વહે તે માટે રી-કન્સ્ટ્રક્શન ની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલાં સર્વેની કામગીરી હાથ ધરી છે જેના કારણે ખાડી કિનારે રહેતા લોકોએ દોડાદોડી શરૂ કરી દીધી છે.  પાલિકાના સર્વેની કામગીરી શરુ થાય તે પહેલાં પાલિકાના લિંબાયત ઝોનમાં આંજણા  ઉમિયા માતાના મંદિરની પાછળ પંચશીલ નગર વસાહત કોયલી ખાડી રિ-કન્સ્ટ્રકશન ની લાઈન દોરી માં આવતા અસરગ્રસ્તોએ  પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળા ની આગેવાની માં મોરચો માંડ્યો હતો.  પાલિકાની કામગીરી ના વિરોધમાં સૂત્રોચ્ચાર  કરવામાં આવ્યા હતા. 

કોયલી ખાડીના રી કન્સ્ટ્રક્શનની કામગીરીનો સર્વે શરૂ થતાં લાઈનદોરીમાં આવતા અસરગ્રસ્તોનો મોરચો 2 - image

ખાડી ની કામગીરી માટે  લાઈન દોરી ને પગલે બેઘર થઈ જાય તેવી સ્થિતિ હોવાથી  મોટી સંખ્યામાં અસરગ્રસ્તો દ્વારા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી સર્વેની કામગીરી દરમિયાન નડતર રૂપ ઝુંપડાવાસીઓને વૈકલ્પિક આવાસ આપવાની પણ માંગણી  પાલિકા સામે રજૂઆત કરનારા અસરગ્રસ્તોએ પોતાનો મત રજૂ કરતાં કહ્યું હતું,  પંચશીલ નગર ખાતે તેઓ વર્ષોથી પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે અને મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલા કાચા – પાકા મકાનો ના વેરા બીલ પણ ઉઘરાવવામાં આવે છે. જેને પગલે મહાનગરપાલિકા દ્વારા ખાડી રિ-કન્સ્ટ્રકશન ની કામગીરીને પગલે રાતોરાત આ વિસ્તારના ગરીબ અને શ્રમિક પરિવારને બે ઘર થઈ જશે તેના કારણે લોકો વિરોધ કરવા ઝોન ઓફિસ પર આવ્યા છે. 

કોયલી ખાડીના રી કન્સ્ટ્રક્શનની કામગીરીનો સર્વે શરૂ થતાં લાઈનદોરીમાં આવતા અસરગ્રસ્તોનો મોરચો 3 - image

સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ આંજણા ખાતે ભાઠેના નહેર ને અડીને આવેલ 300થી વધુ કાચા – પાકા મકાનોને બીઆરટીએસ કેનાલ પ્રોજેક્ટમાં ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આ મિલકતદારોને વૈકલ્પિક આવાસ રૂપે ભેસ્તાન ખાતે ઇડબલ્યુએસ આવાસમાં મકાનની ફાળવણી  કરવામાં આવી હતી. આવી જ રીતે પંચશીલ નગરના અસરગ્રસ્તોને પણ વેકલ્પીક આવાસની ફાળવણી કરવામા આવે તેવી માગણી પુર્વ કોર્પોરેટરે કરી હતી. વધુમાં કહ્યુ હતુ કે, મહાનગર પાલિકા દ્વારા ગરીબો અને શ્રમિકોની મજબુરીને પણ ધ્યાને રાખીને આવાસની ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે.



Google NewsGoogle News