સુરત પાલિકાની એક સ્કૂલના આચાર્યએ અભ્યાસ છોડી રહેલી છોકરીઓને બોર્ડ પરીક્ષા માટે તૈયાર કરી વિના મુલ્યે શિક્ષણ આપ્યુ

Updated: May 12th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાની એક સ્કૂલના આચાર્યએ અભ્યાસ છોડી રહેલી છોકરીઓને બોર્ડ પરીક્ષા માટે તૈયાર કરી વિના મુલ્યે શિક્ષણ આપ્યુ 1 - image


સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ-10નું પરિણામ આવ્યું છે અને તેમાં એ ગ્રેડ તથા સૌથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને ચારેય તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. પરંતુ આ વિદ્યાર્થીઓમાં વચ્ચે સુરતની એક વિદ્યાર્થીની જેની કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ પાંચ વર્ષથી અભ્યાસ છૂટી ગયો હતો આ  વિદ્યાર્થીનીને  સુરત પાલિકાની સ્કૂલના એક આચાર્યએ ઓનલાઇન તાલીમ આપી હતી તે વિદ્યાર્થીનીએ પરીક્ષા આપતા તે 72 ટકાએ પાસ થઈ છે. 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલના આચાર્ય છેલ્લા દસેક વર્ષથી ધોરણ 8 પછી અભ્યાસ છોડી ચુકેલી બાળકીઓને બોર્ડની પરીક્ષા માટે વિદ્યાદાન કરી રહ્યાં છે.  આ આચાર્યએ આ વર્ષે પણ ઓનલાઇન શિક્ષણ આપીને 153 વિદ્યાર્થીનીઓને પરીક્ષા માટે તૈયાર કરી હતી જેમાંથી 137 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પાસ થઈ છે. 

સુરત પાલિકાની રતની કતારગામની સંત ડોંગરેજી મહારાજના આચાર્ય નરેશભાઈ મહેતા છેલ્લા આઠ વર્ષમાં સંજોગવસાત અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીનીઓને ઓનલાઇન શિક્ષણ આપીને બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયારી કરાવે છે અત્યાર સુધીમા આ આચાર્યએ 1200થી વધુને પરિક્ષા અપાવી છે. આ વર્ષે પણ ધોરણ 10ની પરીક્ષા માટે 153 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા અપાવી હતી તેમાંથી 137 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. 

આ 137 વિદ્યાર્થીનીઓમાં સુથાર જીનલ જેઓની કિડની પાંચ વર્ષ પહેલા કામ કરતી બંધ થઈ હતી તેનું ઓપરેશન કરાવીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી.કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ જીનલ ને ઇન્ફેક્શન ન લાગે અને ડાયાલીસીસ કરાવવા  જરૂર હતી. તેથી પાંચ વર્ષ સુધી તેઓ અભ્યાસ કરી શક્યા ન હતા. પાલિકાના આચાર્ય સાથે તેઓએ વાતચીત કર્યા બાદ ઓનલાઇન તાલીમ લીધી હતી. તેઓએ પરીક્ષા આપ્યા બાદ ગઈકાલે પરિણામ આવ્યું તેમાં જીનલ 72 ટકા થી પાસ થઈ છે. 

આવી જ એક દિકરી સોનલ હડીયા છે તેઓ દિવસમાં 10 કલાક જેટલો સમય સાડી માટે મશીન ચલાવે છે અને પરિવારના ગુજરાતનમાં મદદ કરે છે સાત વર્ષ પહેલાં સોનલે ભણવાનું છોડી દીધું હતું. જોકે, તેણે પણ આચાર્ય નરેશ મહેતા સાથે મુલાકાત કરીને અભ્યાસ કરાવ્યો હતો તેણે પરીક્ષા આપ્યા બાદ તેના પર 75 ટકા આવ્યા છે. 

સુરત ઉપરાંત નખત્રાણા તાલુકાના ઉટેડી કામના શિલ્પાબેન જેઓ આંગણવાડી વર્કર છે તે છેલ્લા પાંચ ટ્રાયલ આપી ચુક્યા છે ત્યાર બાદ તેઓ પાસ ન થતાં તેઓએ પણ ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું. 12 વર્ષ પહેલા અભ્યાસ છોડી દીધો હતો  પરંતુ હવે તેઓએ પરીક્ષા આપતા તેઓ પાસ થઈ ગયા હતા. આમ નરેશ મહેતાએ  153 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા અપાવી હતી તેમાંથી 137 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.



Google NewsGoogle News