Get The App

નવરાત્રિ માટે સુરત પોલીસનું જાહેરનામું: 12 વાગ્યા સુધી જ સ્પીકરને મંજૂરી, આ નિયમોનું પણ કરવું પડશે પાલન

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
Surat Police


Surat Police Notification for Navratri : રાજ્યમાં નવરાત્રિના તહેવારને લઈેન સુરત પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. સ્પેશિયલ બ્રાન્ચના DCPએ જણાવ્યું હતું કે, 'શહેરમાં પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં ચાલતા ગરબામાં રાત્રીના 12 વાગ્યા સુધી જ સ્પીકર વગાડવાની મંજૂરી છે. આ દરમિયાન મહિલાઓની સેફ્ટિને માટે શી-ટીમ તૈનાત કરાશે. આ વર્ષે ડ્રોન અને ઘોડે સવાર દ્વારા સુરક્ષા રાખવામાં આવશે.'

નવરાત્રિમાં પોલીસની સુરક્ષા

તેમણે કહ્યું હતું કે, 'રાજકોટની ઘટનાને ધ્યાનમાં રાખીને ડોમમાં ગરબાનું આયોજન કરનારા આયોજકોને સૌપ્રથમ મંજૂરી મેળવવાની રહેશે. જેમાં તપાસ પછી મંજૂરી આપવામાં આવશે. જેને લઈને આ વર્ષે 13 આયોજકોની અરજી આવી છે. આ સાથે બાઈક વડે પેટ્રોલિંગ, બોડી કેમેરા સાથે પોલીસ ફરજ, મહિલાની સેફ્ટિ માટે શી ટીમ અને ખાસ હેલ્પલાઈને નંબર જાહેર કરાશે. '

આ પણ વાંચો : વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસ: તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવ સામે તપાસનો સુપ્રીમ કોર્ટનો આદેશ

આ નિયમોનું પણ કરવું પડશે પાલન

ક્રાઈમ બ્રાન્ચના DCPએ કહ્યું કે, 'નવરાત્રિ તહેવાર દરમિયાન ગરબા આયોજકોએ લાયસન્સ બ્રાન્ચના ફોર્મની શરતો અને નિયમોનું પાલન કરવું પડશે. આ સાથે તેમને વીમો પણ લેવો ફરજીયાત રહેશે. તેમજ CCTV કેમેરા, ડોક્ટર, ઈમરજન્સી સેવાની વ્યવસ્થા સહિત ફૂડ સ્ટોલ ખોલનારાએ ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી મેળવાની રહેશે.'


Google NewsGoogle News