Get The App

VIDEO: સુરતમાં યુવકોએ સિગારેટના કસ મારતાં મારતાં તલવારથી કાપી કેક, પછી જુઓ પોલીસે શું કર્યું

Updated: Jan 28th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: સુરતમાં યુવકોએ સિગારેટના કસ મારતાં મારતાં તલવારથી કાપી કેક, પછી જુઓ પોલીસે શું કર્યું 1 - image


Surat Police: સુરત શહેરમાં અસામાજિક તત્ત્વો દ્વારા અડધી રાત્રે રોડ પર કેક કાપી નાટક કરનારા ટોળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયો વાઈરલ થતાં જ સુરત પોલીસ એક્શનમાં આવી હતી અને તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરત પોલીસે આ અસામાજિક તત્ત્વોનો માફી માંગતો વીડિયો શેર કરી અન્ય લોકોને પણ આવું ન કરવાની ચેતવણી આપી હતી. 

પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એક ટોળા દ્વારા નગ્ન તલવાર વડે અડધી રાત્રે જાહેર રસ્તામાં કેક કાપી વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ આ વીડિયો સુરતના ભેસ્તાન વિસ્તારનો હતો. પોલીસે વીડિયોમાં હાજર તમામ પાંચેય લોકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. 

આ પણ વાંચોઃ સુરતમાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવકનું શંકાસ્પદ મોત, 8 દિવસથી ચાલતી હતી સારવાર

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વીડિયોમાં હાજર શખસ અઝહર ઉર્ફે સોનું ગુલાબ, પિંજારી જુનેદ ઈરફાન, પિંજારીઆફતાબ સુપુડુ, પિંજારી રિઝવાન યુસુફ અને શોયેબ શમસુદ્દીન પિંજારીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આ બે શખસ સામે હથિયારબંધી જાહેરનામા ભંગના વિરોધનો કેસ નોંધ્યો હતો. આ સિવાય અન્ય ત્રણ યુવકો સામે સુલેહ-શાંતિ ભંગ કરવા બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, પોલીસ તપાસમાં આ વાઈરલ વીડિયો 2022નો હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ હજીરામાં આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં એક મહિનામાં બીજી દુર્ઘટના, લિફ્ટ તૂટતા એકનું મોત

તમામ આરોપીઓએ માંગી માફી

સુરત પોલીસની કાર્યવાહી બાદ આ તમામ યુવકોએ પોતે ભૂલ થઈ હોવાનું કબૂલી હાથ જોડી માફી માંગી હતી. આ સિવાય આ પ્રકારના વીડિયોથી સમાજમાં ખરાબ અસર પડે છે અને હવે કદી આવા વીડિયો ન બનાવવાની વાત પણ કરી હતી. સુરત પોલીસ દ્વારા પાંચેય શખસનો માફી માંગતો વીડિયો પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.


Tags :