Get The App

સંસદમાં વક્ફ બોર્ડના વિધેયક સુધારામાં સુરત પાલિકાની 'મુગલીસરા' બિલ્ડીંગનો કરાયો ઉલ્લેખ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
સંસદમાં વક્ફ બોર્ડના વિધેયક સુધારામાં સુરત પાલિકાની 'મુગલીસરા' બિલ્ડીંગનો કરાયો ઉલ્લેખ 1 - image


Surat Corporation Mughalsarai : સંસદસભાની બેઠકમાં વક્ફ બોર્ડના વિધેયક રજૂ કરવામાં આવ્યો હતો તેમાં અનેક પાસાઓ સાથે-સાથે સુરત પાલિકાની હાલના વહીવટી કચેરીનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો હતો. 22 ઓક્ટોબર 2021ના રોજ પાલિકાની હુમાઈ સરાઈ તરીકે ઓળખાતી મિલકતને ‘વક્ફ મિલકત’ તરીકે નોîધવાનો હુકમ થયો હતો. જોકે,  પાલિકાએ અભ્યાસ કરી કાયદાકીય લડત માટેના જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. તેના આધારે પાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

સંસદ ભવનમાં વક્ફ બોર્ડના કાયદામાં સુધારાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી રિજ્જુ દ્વારા વક્ફ (સુધારા) વિધેયકના સમર્થનમાં રજૂઆત અંગે રજૂ કરાયેલા વિવિધ મુદ્દાઓમાં સુરત પાલિકાના મુખ્ય વહીવટી ભવન (મુગલીસરા-વહીવટી ભવન) મિલકતને પણ પ્રવર્તમાન વક્ફ કાયદા મુજબ વક્ફ મિલકત તરીકે જાહેર કરી દેવાનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. 

કેન્દ્રીય મંત્રી દ્વારા વક્ફ (સુધારા) વિધેયકના સમર્થનમાં કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા. ખાસ કરીને મુગલીસરા સ્થિત પાલિકાના મુખ્ય વહીવટી ભવનïવાળી જગ્યાને ‘વક્ફ’ તરીકે જાહેર કરવાïના મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરકારી બિલ્ડીંગ ધરાવતી જગ્યાને વક્ફ તરીકે જાહેર કરી શકાતી હોય તો અન્ય ખાનગી જગ્યાઓની વાત શું કરવી? તેવી સ્પષ્ટતા કેન્દ્રીય મંત્રી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વક્ફ ગાંધીનગર દ્વારા ગત 22 ઓક્ટોબર 2021ના રોજ વોર્ડ નં.11, સિટી સર્વે નંબર 1504 વાળી ‘હુમાયુ સરાય’ તરીકે ઓળખાતી મિલકત, પાલિકાની કચેરી વાળી જગ્યા વક્ફ મિલકત હોવાથી આ મિલકતને ‘વક્ફ મિલકત’ તરીકે નોîધવાનો હુકમ કર્યો હતો.

ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના આ નિર્ણયને પાલિકા દ્વારા ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ, ગાંધીનગર સમક્ષ પડકારવામાં આવ્યો હતો. સુરત પાલિકા કમિશ્નર, ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી કમિશનર અને કર્મચારીઓ દ્વારા આ અંગે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો હતો અને વક્ફ બોર્ડના દાવા સામે મજબૂત પુરાવા મેળવવામાં આવ્યા હતા.

ત્યારબાદ પાલિકા તરફના એડવોકેટે આ પુરાવા સાથે પાલિકાનો પક્ષ રજુ કર્યો હતો તેમાં પાલિકાને સફળતા મળી હતી અને પાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. સુરત પાલિકા જેવી સંસ્થાની મિલકત  જે જાહેર મિલકત છે તેને વક્ફ બોર્ડ ની મિલકત જાહેર કરાતી હોય ત્યારે ખાનગી મિલકતોને શું વાત કરવી તે મુદ્દા સાથે સંસદમાં મુદ્દો રજુ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News