સુરત પાલિકાની શાહમૃગ નીતિ : કેન્દ્રીય મંત્રી-કમિશ્નરનો કાર્યક્રમમાં દબાણ હટ્યા પણ સુરત-કડોદરા રોડ પરના દબાણ હટાવવામાં આળસ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાની શાહમૃગ નીતિ : કેન્દ્રીય મંત્રી-કમિશ્નરનો કાર્યક્રમમાં દબાણ હટ્યા પણ સુરત-કડોદરા રોડ પરના દબાણ હટાવવામાં આળસ 1 - image


Surat Corporation : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી માટે પાલિકા તંત્ર શાહમૃગ નીતિ અપવાનતી રહી છે જેના કારણે શહેરમાંથી ગેરકાયદે દબાણ હટાવવાના બદલે સતત વધી રહ્યા છે. સુરત પાલિકાની સ્થાયી સમિતિ સભ્યએ સુરત-કડોદરા રોડ પરના એપીએમસી માર્કેટ પાસે લારી-ગલ્લા અને પાથરણાવાળા દબાણ નહીં હટે તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી. જોકે, આ ચીમકી બાદ પણ દબાણ દૂર થયા ન હતા. પરંતુ મગોબમાં કેન્દ્રીય મંત્રી-કમિશ્નરનો કાર્યક્રમ હતો ત્યારે દબાણ હટી ગયા હતા. જોકે, આ અંગે ફરી રજૂઆત થતાં હવે ગણેશ વિસર્જન બાદ પોલીસ બંદોબસ્ત બાદ દબાણ હટાવવા હૈયા ધરપત આપવામાં આવી છે. 

સુરત પાલિકાની શાહમૃગ નીતિના કારણે દબાણની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી જ્યાં પ્રતિકાર થતો નહી હોય ત્યાં જ થાય છે પરંતુ કોઈ માથાભારે તત્વોના દબાણ હોય તો તે દબાણ હટાવવામાં આવતા નથી. જેના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. પાલિકાના કોર્પોરેટર વિવિધ ફોર્મમાં જાહેર દબાણ દુર કરવા માટે ફરિયાદ કરી રહ્યાં છે તેમ છતાં પણ દબાણ દુર કરવાની સમસ્યા દૂર થતી નથી. 

સુરત શહેરના સુરત-કડોદરા રોડ પરના એપીએમસી માર્કેટ પાસે લારી-ગલ્લા અને પાથરણાવાળાના દબાણ દુર કરવા માટેની માંગણી ફરીથી કરવામાં આવી છે. જોકે, હાલમાં પોલીસ બંદોબસ્ત નથી તેથી  ગણેશ વિસર્જન પુર્ણ થયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તમામ દબાણ દુર કરવાની સુચના સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ દ્વારા આપવામાં આવી છે. જોકે, જ્યારે કેન્દ્રીય મંત્રી અને મ્યુનિ. કમિશનર નો કાર્યક્રમ હતો ત્યારે એક દિવસમાં પોલીસની મદદ વિના દબાણ કેવી રીતે દુર થયા હતા તેનો ખુલાસો તંત્ર કરતું નથી.


Google NewsGoogle News