Get The App

સુરત મનપા કચેરી વક્ફની સંપત્તિ હોવાનો દાવો ટ્રિબ્યુનલે ફગાવ્યો, હવે અરજદારે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Surat Municipal Corporation


Surat Waqf Assets Case : વક્ફ સંશોધન વિધેયક-2024 માટે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજૂ કરાયેલા બિલને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન વિપક્ષ અને પક્ષ વચ્ચેની ચર્ચા પછી બિલ સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલી દેવામાં આવ્યું છે. જ્યારે સુરત મનપા કચેરીની જગ્યા મુગલસરાયને લઈને વિવાદ વચ્ચે ગુજરાત વક્ફ ટ્રિબ્યૂનલ બોર્ડે મુગલસરાય ઈમરાત વક્ફની સંપતિ માનવાનો ઈનકાર કરતાં શાહજહાના વારસદાર ગણાવતા અરજદારે ફરીથી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જ્યારે સમગ્ર મામલે ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષે પ્રતિક્રિયા આપી હતી.

શાહજહાના વારસદાર જણાવી અરજદારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

1644ની સાલમાં શાહજાહાની પુત્રી જહાઆરાએ સુરત ખાતેની મુગલસરાય ઈમારત વક્ફ કરી હતી. જ્યારે આ મિલકતને દેશ-વિદેશથી આવતા મુસાફરો માટે દાનમાં આપવામાં આવી હતી. બીજી તરફ, અબ્દુલ વાડોદ જરુલ્લાહ નામના વ્યક્તિએ મુગલસરાય ઈમારત પર ફારસી ભાષામાં લખાયેલા વક્ફનામાના આધારે પોતે શાહજહાના વારસદાર હોવાનું કહીને વક્ફ અધિનિયમની કલમ 36 હેઠળ સંપત્તિ માટે દાવો કરતી અરજી કરી છે.

આ પણ વાંચો : મંકીપોક્સની દહેશત: આરોગ્ય મંત્રી નડ્ડાએ કરી સમીક્ષા બેઠક, આ રાજ્યના એરપોર્ટ પર હાઇઍલર્ટ

સુરત કોર્પોરેશન માત્ર વહીવટકર્તા, વક્ફનામાના આધારે સંપત્તિ વક્ફની 

સમગ્ર મામલે કેસ હાઈકોર્ટેમાં ચાલી રહ્યો છે, ત્યારે આગાઉ પણ ઓક્ટોબર 2021માં કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટ દ્વારા કેસ વક્ફ બોર્ડને સોંપવામાં આવ્યો હતો. જેમાં સુરત કોર્પોરેશન ખાલી મુગલસરાયના વહીવટકર્તા ગણાવતા વક્ફ બોર્ડના તત્કાલિન અધ્યક્ષ દ્વારા વક્ફનામાના આધારે સંપત્તિ વક્ફની દર્શાવવામાં આવી હતી. આ પછી સુરત મનપાએ અપીલ કરતા વક્ફ ટ્રિબ્યૂનલે નિર્ણય બદલી નાખ્યો હતો.

ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષે શું કહ્યું?

આ પછી શાહજહાના વારસદાર જણાવી અરજદારે ફરીથી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જો કે, આ બધા વચ્ચે અરજદાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી અપલી હાલ પેન્ડિંગ છે. ત્યારે ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષ ડૉ. મોહસિન લોખંડવાલાએ જણાવ્યું હતું કે, 'દેવભૂમિ દ્વારકામાં આવેલા હિન્દુઓના ધાર્મિક સ્થળ બેટ દ્વારકા અને શિયાળ બેટ પર બોર્ડ દ્વારા ક્યારેય કોઈ પ્રકારે દાવો કરવામાં આવ્યો નથી. જેમાં ખાસ કરીને વક્ફ બોર્ડની પોતાની કોઈ સંપત્તિ હોતી નથી.' બીજી તરફ, સામાજિક કાર્યકર્તા શમસાદ પઠાણે જણાવ્યું હતું કે, '2013માં આવેલા સંશોધન પછી વક્ફ સંપત્તિ વહેંચવામાં આવી ન હતી. જ્યારે વક્ફ સંપત્તિને લઈને ગુજરાતમાં મોટાપાયે ગેરરીતિ થાય છે.'

સુરત મનપા કચેરી વક્ફની સંપત્તિ હોવાનો દાવો ટ્રિબ્યુનલે ફગાવ્યો, હવે અરજદારે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર 2 - image


Google NewsGoogle News