સુરતની સરકારી કર્મચારીઓમાં ફરજિયાત હેલ્મેટના નિયમનું ચુસ્ત પાલન, પાલિકાના હેલ્મેટ વગરના કર્મચારીઓ દંડાયા
Surat Helmet Traffic Drive : ગુજરાત રાજયમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજયમાં હેલ્મેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે આજથી ફરજિયાત હેલ્મેટના કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે. આ નિયમના પહેલા જ દિવસે સુરત પાલિકાના હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને પોલીસે દંડ ફટકારવનું શરૂ કર્યું છે.
હેલ્મેટ માટે ગુજરાત રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફીક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સુચના આપવામાં આવી હતી. આજે સવારે પાલિકાના દરવાજે દરવાજે પોલીસ આવી હતી. પોલીસના પરિપત્ર બાદ પણ પાલિકાના અનેક કર્મચારીઓ હેલ્મેટ વિના નોકરી પર પહોંચી ગયા હતા. જોકે પોલીસે સવારે પાલિકાના દરવાજે આવેલી પોલીસે વધુ કર્મચારીઓને હેલ્મેટ વિના કર્યો હતો. પાલિકાના દરવાજે પોલીસ દ્વારા દંડ વસૂલવાનું શરૂ કરતા હેલ્મેટ વિના આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.