Get The App

'ચલક ચલાણી બંધ કરી પડતર માંગણી પૂરી કરો', સુરત મનપાના કર્મચારીઓની તંત્રને ચિમકી

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
'ચલક ચલાણી બંધ કરી પડતર માંગણી પૂરી કરો', સુરત મનપાના કર્મચારીઓની તંત્રને ચિમકી 1 - image


Surat Municipal Corporation Protested : સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ મનપા કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર માંગણી મુદ્દે સુરત મનપાના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની નારાજગી દર્શાવી હતી. આ કર્મચારીઓએ વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ 900થી વધુ ભરવા અને 10, 20 અને 30 વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણના અધિકારની માંગણી કરી હતી. 

આ પણ વાંચો : જો રાજ્યમાં હેલ્મેટ વિના નિકળશો તો ખેર નહીં... જાણો હાઈકોર્ટે શું આપ્યો આદેશ

સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ વહીવટી વિભાગમાં 900થી વધુ ખાલી જગ્યાઓ હોવાથી આ વિલંબનો પણ વિરોધ કરાયો હતો. વર્ગ 4ના ગ્રેજ્યુએટ કર્મચારીઓની વર્ગ 3માં ભરતી પણ છેલ્લા નવ મહિનાથી અટકેલી છે. આ ગ્રેજ્યુએટ કર્મચારીઓના હક્ક વર્ગ 4ના જે કર્મચારી ગ્રેજ્યુએટ છે, તેમને વર્ગ 3ના ક્લાર્ક તરીકે ભરવાની પ્રક્રિયામાં પણ વિલંબ છે, જેના કારણે નારાજગી વધી છે.

તો સુરત મનપા ખાતે આ કર્મચારીઓ બેનર લઈને વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગરબા રમીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જો માગ પૂરી નહીં થાય તો દશેરાના દિવસે પૂતળા દહન કરીશું તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : ખેલૈયાઓ માટે રાહતના સમાચાર! નવરાત્રિમાં અમદાવાદમાં મોડી રાત સુધી દોડશે મેટ્રો



Google NewsGoogle News