સુરતમાં 700 મિલકતને ફટકારાઈ ડિમોલિશનની નોટિસ, રહિશોએ કલેક્ટર કચેરીએ કર્યો હલ્લાબોલ
Surat Municipal Corporation Issues Demolition Notices : સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી 700 મિલકતોનું ડિમોલિશન કરવા નોટિસ ફટકારી છે. જેના કારણે વર્ષોથી રહેતા મિલકતધારકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રના નિર્ણય સામે સ્થાનિકોએ આજે વિરોધ નોંધાવ્યો. આશરે 500 જેટલા લોકોએ કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરી.
700 જેટલી મિલકતોનું દબાણ?
સુરત મહાનગરપાલિકાએ શહેરના કતારગામ વિસ્તારોના જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધીની 700 જેટલી મિલકતો દબાણમાં આવતી હોવાનું જણાવીને નોટિસ ફટકારી છે અને ડિમોલિશનની કામગીરીની કરવા માટે મિલકત ખાલી કરવાનું કહ્યું છે.
આ પણ વાંચો : નવરાત્રિમાં પાવાગઢ જવાના હોવ તો ખાસ જાણી લેજો, માતાજીના દર્શનના સમયમાં ફેરફાર
પ્રધાનમંત્રી ઘરનું ઘર આપે અને સ્થાનિક તંત્ર ઘરવિહોણા કરે છે!
વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે, '30 વર્ષ પહેલા મિલકત બંધાઈ ત્યારે પાલિકાનું ધ્યાન ન ગયું. પ્રધાનમંત્રી ઘરનું ઘર આપે ને સ્થાનિક તંત્ર ઘરવિહોણા કરે છે. અમને શા માટે ઘરમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારમાં બધા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. અમે નાના માણસો છીએ, અમને અહીંથી હટાવાશે તો અમે ક્યાં જઈશું?'
આ પણ વાંચો : 'મારી માતા પણ હિન્દુ જ હતી...', પૂર્વ MLAના પુત્ર સાથે મુસ્લિમ યુવતીએ પ્રેમલગ્ન કરતા થયો વિવાદ, પરિવારે કલેક્ટરને કરી રજૂઆત
વિરોધ કરી રહેલા લોકોએ શું કરી માગ?
કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ હાથમાં વિવિધ લખાણના બેનર રાખીને પોતાની વાતને રજૂ કરી હતી. બેનરોમાં લખ્યું હતું કે, 'ઘરનું ઘર પહેલા આપો ઘર વિહોણા પછી કરો, ડિમોલિશન કરવુ હોય તો વળતર આપો, સામાન્ય વર્ગના લોકોને રઝળતા અટકાવો...'