Get The App

સુરત મ્યુનિ. કમિશનરે 2025-26નું અંદાજે 469 કરોડનું રેવેન્યુ સરપ્લસ બજેટ રજુ કર્યું : બજેટમાં 4562 કરોડના કેપિટલ કામો

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
સુરત મ્યુનિ. કમિશનરે 2025-26નું અંદાજે 469 કરોડનું રેવેન્યુ સરપ્લસ બજેટ રજુ કર્યું : બજેટમાં 4562 કરોડના કેપિટલ કામો 1 - image


Surat Corporation Budget : સુરત પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે ગત વર્ષની સરખામણીમાં 885 કરોડના વધારા સાથે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ 9603 કરોડનું રજુ કર્યું છે. પાલિકા કમિશનરે 469 કરોડનું રેવેન્યુ સરપ્લસ બજેટ રજુ કર્યું. બજેટમાં 4562 કરોડ કેપિટલ કામો રજુ કરવામાં આવ્યા છે. જોકે, પ્રોજેક્ટમાં નવા મોટા પ્રોજેક્ટ જોવા મળતા નથી પરંતુ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ છે તેના પર વધુ ભાર મુકવામા આવ્યો છે. પાલિકા કમિશનરે નવા મોટા પ્રોજે્કટ નહી મુકીને બજેટને વાસ્તવિક બનાવવા પ્રયાસ કર્યો છે. પાલિકાના હદ વિસ્તરણ બાદના નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ સહિત વિકાસ કાર્યો પર 868 કરોડના વધારા સાથે તબક્કાવાર 5481 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો છે. આ બજેટમાં સરથાણા અને રાંદેર ઝોનમાં ચાર નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરવા સાથે, ફ્લાયઓવર બ્રિજ માટે 150 કરોડ ફાળવવામાં આવ્યા છે.

 સુરત પાલિકાના સાયન્સ સેન્ટરમાં આજે સવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અને સને 2024-25નું રિવાઈઝ્ડ બજેટ રજુ કયું હતું. મ્યુનિ. કમિશઅનરે ગત વર્ષની સરખામણીમાં 885 કરોડ રૂપિયાના વધારા સાથે કુલ 9603 કરોડ રૂપિયાનું રજુ કર્યું છે. તેમાં 4562 કરોડ રૂપિયાના કેપીટલ કામોની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, અંદાજે 469 કરોડ રૂપિયાની રેવન્યુ સરપ્લસ ધરાવતાં બજેટની સાથે સાથે વધારાનું ફંડ શહેરના વિકાસ માટે ઉપયોગમાં આવશે. પાલિકાના આગામી નાણાંકીય વર્ષના ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત રેવન્યુ આવકમાં વધારો અને રેવેન્યુ ખર્ચમાં ઘટાડા સાથે કેપિટલ ખર્ચના લક્ષ્યાંક સિદ્ધ કરવા અંગેના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે. 

ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત 5510 કરોડ રૂપિયાની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે. સુરતને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતાં સુરત શહેરને દેશભરમાં લોજીસ્ટીક્સના ક્ષેત્રમાં મોટું ગ્રોથ હબ બનાવવા માટે સુરત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ પ્લાન 2047 પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે અને ગ્રીન હાઉસ ગેસ એમીશન ઘટાડી એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે નેટ ઝીરો એમીશન મિશનનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ડ્રાફ્ટ બજેટમાં 473 કરોડના ખર્ચે 10.83 કિલોમીટરની લંબાઈના આઉટર રિંગરોડ બીજા તબક્કાની કામગીરી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. 

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં વાતાવરણમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે વધુ 300 ઈ-બસ પીએમ ઈ ડ્રાઈવે યોજના હેઠળ દોડાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ ત્રણ લેક ગાર્ડનમાં હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અને ઓક્સિજન પાર્કમાં પણ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટની સાથે સાથે વિવિધ ઝોન વિસ્તારોમાં 50 મીયાવાકી ફોરેસ્ટ બનાવીને ગ્રીન કવર વધારવા પર બજેટમાં ભાર મુકવામાં આવ્યો છે. 

સુરત મહાનગર પાલિકા દ્વારા સને 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં વધુ ચાર નવા ફ્લાયઓવર-ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરથાણા ઝોન વિસ્તારમાં સુરત-કામરેજ રોડ પર 24 કલાક ટ્રાફિકથી ધમધમતાં શ્યામધામ મંદિર જંકશન પર વાહન ચાલકોની હાલાકીને ધ્યાને રાખીને 70 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવશે. આ સિવાય સરથાણામાં જ નવા સમાવિષ્ટ વિસ્તાર પૈકી રંગોલી ચોકડી જંકશન પર 50 કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામા આવશે, આ ઉપરાંત રાંદેર ઝોનમાં પણ કેનાલ-ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીપી સ્કીમ નં.46 (ગોથાણ-ભરથાણા-કોસાડ-વરિયાવ)માં અંજની ઈન્ડસ્ટ્રીઝ પાસે કેનાલ કલ્વર્ટ-બ્રિજ સ્ટ્રક્ચરને વાઈડનીંગ કરવા માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય રાંદેર ઝોનમાં જ વરિયાવ ખાતે 30 મીટરના રસ્તા પર ખાડી બ્રિજ બનાવવામાં આવશે 

Tags :