Get The App

સુરતના સાંસદે રાષ્ટ્રપતિને ચંદની પડવા પહેલા સુરતી ઘારી અને ફરસાણ આપ્યા

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
સુરતના સાંસદે રાષ્ટ્રપતિને ચંદની પડવા પહેલા સુરતી ઘારી અને ફરસાણ આપ્યા 1 - image


Surat Ghari Sweet : ભારતના રાષ્ટ્રપતિ ત્રણ દેશના પ્રવાસે ગયા છે. તેમના ડેલીગેશનમાં સુરતના સાંસદનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અલ્જેરિયા, મોરીતાન્યા અને મલાવીનો પ્રવાસ 13 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન થઈ રહ્યો છે.  સુરતના સાંસદે રાષ્ટ્રપતિને ચંદની પડવા પહેલા સુરતી ઘારી અને ફરસાણ આપ્યા હતા. 

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા (નોર્થ આફ્રિકા), મોરીતાન્યા (વેસ્ટ આફ્રિકા) અને મલાવી (દક્ષિણ આફ્રિકા)ના તેમના સત્તાવાર પ્રવાસે છે. રાષ્ટ્રપતિના સત્તાવાર ડેલિગેશનમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી સુકોતા મજમુદાર અને ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના સાંસદ અતુલ ગર્ગ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે સુરતના સાંસદ મુકેશ દલાલ પણ જોડાયા છે. 

તેમના આ પ્રવાસ દરમિયાન સુરતમાં ચંદની પડવાની ઉજવણી થશે તેને અનુસંધાનમાં સાંસદ મુકેશ દલાલે સુરતવાસીઓ વતી સુરતની ઘારી, ફરસાણ અને ખાખરા આપ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. આ સાથે સાંસદ દલાલે સુરતના ચંદની પડવા અંગે તથા શહેર અંગેની માહિતી રાષ્ટ્રપતિને આપી હતી. સુરત શહેર એક એતિહાસિક અને એશિયાનુ સૌથી ઝડપથી વિકસતું શહેર છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની સૌથી પહેલા ધંધો કરવા માટે અહી આવી હતી તેમ જણાવ્યું હતું  અને આગામી બે ત્રણ વર્ષોમાં જ્યારે મલ્ટી હબ રેલ્વે સ્ટેશન, મેટ્રો, બુલેટ ટ્રેન, આઉટર રિંગ રોડ જેવા પ્રોજેક્ટ પૂર્ણ થશે અને ડાયમંડ બુર્સ પૂર્ણ કાર્યરત થશે તેમ પણ જણાવ્યું હતું. 

આ સાથે સાથે સુરતના પોતીકા ગણાતા તહેવાર ચંદની પડવા ઐતિહાસિક મહત્વ વિશે અને તેની ઉજવણી વિષે અવગત કર્યા, સાથે જ કહ્યું કે આ એક માત્ર તહેવાર એવો છે જે દેશમાં કદાચ માત્ર સુરત જ ઉજવે છે. તેની પણ માહિતી આપવા સાથે સુરતની ઘારી અને ભુસુ પણ રાષ્ટ્રપતિને આપ્યા હતા.


Google NewsGoogle News