Get The App

સુરતનો સનસનીખેજ કિસ્સો: 'મમ્મી મને માફ કરી દેજે, મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું.'

Updated: Mar 18th, 2025


Google News
Google News
સુરતનો સનસનીખેજ કિસ્સો:  'મમ્મી મને માફ કરી દેજે, મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું.' 1 - image


Surat 12 Year Child Self-Destruction : સુરતની આજકાલના માતા-પિતા માટે દાખલારૂપ છે. મોબાઇલ પાણીમાં પડી જતાં 12 વર્ષની બાળકીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બાળકીએ આપઘાત કરતાં પહેલાં અંતિમ ચિઠ્ઠી લખી હતી. જેમાં આપઘાત પાછળનું કારણ જણાવ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ચોક બજારમાં 12 વર્ષની માસૂમ બાળકી ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. બાળકીએ આપઘાત પહેલાં અંતિમ ચિઠ્ઠીમાં આપઘાત પાછળનું કારણ પણ જણાવ્યું છે. મોબાઇલ પાણી પડી જતાં માતા-પિતા ઠપકાની બીકે બાળકી આપઘાતનું પગલું ભર્યું છે. સ્યુસાઇડ નોટમાં બાળકીએ લખ્યું હતું કે '' મમ્મી મને માફ કરી દેજે, મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું ''. આ સ્યુસાઇડ નોટ વાંચ્યા બાદ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી, સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 

આ પણ વાંચો: ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરુ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો'

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બાળકીએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. સામાન્ય મોબાઇલ જેવી નજીવી બાબતે બાળકી આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. 

માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના

આ ઘટના તમામ માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. હાલમાં મોબાઇલ હાથવગું ઉપકરણ બની ગયો છે. બાળકોથી માંડીને વડીલો મોબાઇલનો ઉપયોગ કરતા થઇ ગયા છે. કારણ કે ઓનલાઇન અભ્યાસનો વ્યાપ વધી ગયો હોવાથી માતા-પિતા સરળતાથી બાળકોને મોબાઇલ આપી દે છે. પરંતુ જ્યારે બાળકો મોબાઇલનો ઉપયોગ અભ્યાસના બદલે ગેમ રમવા અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે તો માતા-પિતા ગુસ્સે થઇને તેમની પાસેથી મોબાઇલ છીનવી લેવામાં છે, અથવા મોબાઇલનો ઉપયોગ કરવાની ના પાડી દે છે. ત્યારે બાળકો ગુસ્સો થઇ જાય છે અથવા નારાજ થઇ જાય છે. આજના બાળકો ખૂબ જ સંવેદનશીલ બની ગયા છે. ત્યારે દરેક માતા-પિતાએ બાળકોને ડરાવવા કે ધમકાવવાના બદલે એક મિત્રની માફક વર્તન કરીને મોબાઇલની લત છોડાવવી જોઇએ અથવા તો નિયત મર્યાદિત સમય સુધી મોબાઇલનો ઉપયોગ કરવા બાબતે સમજાવવા જોઇએ. 

Tags :
Mobile-PhoneSelf-DestructionSurat

Google News
Google News