Get The App

સુરત મેટ્રો દુર્ઘટના : કોન્ટ્રાક્ટરની બેદકારી બાદ મેટ્રોની કામગીરી હવે ભગવાન ભરોસે, ક્રેઈન ખસેડવાની કામગીરી પહેલા અધિકારીઓએ કરી પૂજા

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
સુરત મેટ્રો દુર્ઘટના : કોન્ટ્રાક્ટરની બેદકારી બાદ મેટ્રોની કામગીરી હવે ભગવાન ભરોસે, ક્રેઈન ખસેડવાની કામગીરી પહેલા અધિકારીઓએ કરી પૂજા 1 - image


Surat Metro Train Project : સુરત શહેરમાં 12 હજાર કરોડથી વધુનો મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી અકસ્માત થઈ રહ્યા છે. વારંવાર અકસ્માત બાદ હવે મેટ્રોના અધિકારીઓ ભગવાન ભરોસે આવી ગયાં છે. નાના વરાછા ચીકુવાડી મેટ્રો ક્રેઈન દુર્ઘટના બાદ ક્રેઈન ખસેડવાની કામગીરી શરુ થયાં બાદ હવે કામગીરી શરુ કરવા માટેની તૈયારી થઈ રહી છે. તો બીજી તરફ કામગીરી શરુ કરવા પહેલાં અધિકારીઓ ભગવાન ભરોસે પહોંચી રહ્યાં છે. અને જ્યાં અકસ્માત થયો હતો તે સ્થળે પૂજા કરીને કામગીરી શરૂ કરવા કવાયત શરૂ કરી છે.

સુરત મેટ્રો દુર્ઘટના : કોન્ટ્રાક્ટરની બેદકારી બાદ મેટ્રોની કામગીરી હવે ભગવાન ભરોસે, ક્રેઈન ખસેડવાની કામગીરી પહેલા અધિકારીઓએ કરી પૂજા 2 - image

સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રો સ્પાન ચઢાવતી વખતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો તેના કારણે મેટ્રોએ કોન્ટ્રાકટર દિલીપ બિલ્ડકોને નોટિસ આપી હતી. આ દુર્ઘટના બાદ નાના વરાછા વિસ્તારમાં તપોવન સ્કૂલની સામે નિર્માણાધીન એલિવેટેડ બિજ પર 135 ટનનું ગર્ડર લોંચર ચડાવતી વખતે બે હાઇડ્રોલિક ક્રેન તૂટી ગઇ હતી. જેમાંથી એક હાઇડ્રોલિક ક્રેન નજીકના મકાન પર પડી હતી. જેમાં કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ આપી હતી. દુર્ઘટના પહેલા મેટ્રોમાં નાની-નાની અનેક દુર્ઘટના થઈ હતી. જેના કારણે મેટ્રોના કારણે લોકોમાં ભારે આક્રોશ છે. 

સુરત મેટ્રો દુર્ઘટના : કોન્ટ્રાક્ટરની બેદકારી બાદ મેટ્રોની કામગીરી હવે ભગવાન ભરોસે, ક્રેઈન ખસેડવાની કામગીરી પહેલા અધિકારીઓએ કરી પૂજા 3 - image

હાલમાં જ જે બિલ્ડીંગ પર ક્રેઇન પડી હતી તે મકાનના માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે સેટલમેન્ટ થતાં હવે ક્રેઈન હટાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. આજે ક્રેઈન ખસેડવાની કામગીરી કરવા સાથે સાથે નવી કામગીરી કરવા તૈયારી થઈ રહી છે. જોકે, અનેક અકસ્માત અને વિવાદ બાદ હવે મેટ્રો દ્વારા નવી કામગીરી શરૂ થાય તે પહેલાં મેટ્રો ભગવાનના શરણે આવી ગયું છે. મેટ્રો ફેઝ-1 ના જનરલ મેનેજર દ્વારા જ્યાં અકસ્માત થયો હતો અને ત્યાંથી નવી કામગીરી શરૂ કરવા પુજા શરુ કરી છે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : સુરતના વરાછા વિસ્તારમાં મેટ્રો અકસ્માત બાદ વેપાર-ધંધા ઠપ્પ, વળતર ન અપાતા વેપારીઓમાં આક્રોશ


Google NewsGoogle News