Get The App

બ્રાઝીલ ખાતેની U20 સમિટમાં મેયરે સુરત પાલિકાની કામગીરીનું વક્તવ્ય રજુ કર્યું

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
બ્રાઝીલ ખાતેની U20 સમિટમાં મેયરે સુરત પાલિકાની કામગીરીનું વક્તવ્ય રજુ કર્યું 1 - image


Surat : બ્રાઝિલ ખાતે યોજાયેલ 2024 U-20 રીયો મેયર્સ સમિટમાં સુરતના મેયરે સુરત મહાનગરપાલિકાની વિશિષ્ટ કામગીરી માટેનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે સુરતમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવાસ બનાવવામાં આવે છે તેના કારણે 2001માં ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા 20% થી ઘટાડીને આજે 6% કરતા ઓછી થઈ છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, 2030 સુધીમાં સુરત પાલિકાની ઊર્જાની જરૂરિયાતમાંથી 50 ટકા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

બ્રાઝીલના બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ દ્વારા તા.14 થી 17 નવેમ્બર 2024 દરમ્યાન બ્રાઝિલના રીઓ- ડી-જાનેરો ખાતે 2024 U-20 રીયો મેયર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં સુરતના મેયર-કમિશ્નરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમિટમાં સુરતના મેયર દક્ષેશ માવાણી હાજર રહ્યા હતા અને તેઓએ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ખાસ કામગીરીના ચિતાર સાથે તેમનું વક્તવ્ય રજૂ કર્યું હતું. જેમાં મેયરે કહ્યું હતું, સુરત શહેરી ઇનોવેશન અને ટકાઉપણુંમાં મોખરે રહ્યું છે, જેના કારણે આ પ્રતિષ્ઠિત મેયર કોન્ફરન્સમાં આમંત્રિત કરાયેલું ભારતનું એકમાત્ર શહેર છે. સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે. શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીને રિસાયકલ કરે છે. આ પહેલ મારફત વાર્ષિક અંદાજે 17 મિલિયન ડોલરની આવક મેળવવામાં આવે છે, જે તાજા પાણીના સંસાધનોનું સંરક્ષણ કરે છે-પર્યાવરણીય સ્થિરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે

બ્રાઝીલ ખાતેની U20 સમિટમાં મેયરે સુરત પાલિકાની કામગીરીનું વક્તવ્ય રજુ કર્યું 2 - image

સુરતમાં ઝુપડપટ્ટી અને લોકોને પાકા મકાન અંગે તેઓએ કહ્યું હતું,  પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ 82,000 થી વધુ નજીવી કિંમતે ઘરની ફાળવણી પાલિકા દ્વારા કરવામાં આવી છે. આ પહેલા 2001માં ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા 20 ટકાથી ઘટાડીને આજે 6 ટકા કરતા ઓછી કરી છે. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે, તેઓએ વધુમાં કહ્યું હતું, હાલમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી કુલ ઊર્જામાંથી 28 ટકા ઊર્જા સૌર અને પવન ઊર્જાના સ્ત્રોતોમાંથી આવે છે. સોલાર રૂફટોપ પહેલ, 431 મેગાવોટની કુલ ક્ષમતા ઉત્પન્ન કરતી 87,000 થી વધુ સ્થાપનો સાથે, સુરત સૌર ઊર્જામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2030 સુધીમાં પાલિકા ઊર્જાની જરૂરિયાતમાંથી 50 ટકા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા કરવાનું લક્ષ્ય સુરત પાલિકાનું છે. 

તેઓએ આ U20 સમિટના ભાગરૂપે, સુરત ટકાઉ શહેરી પ્રેકટીસને પ્રોત્સાહન આપવા, આબોહવા પરિવર્તનને સંબોધિત કરવા અને વિશ્વભરના શહેરો સાથે શ્રેષ્ઠ પ્રેક્ટિસનું આદાન-પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.


Google NewsGoogle News