Get The App

સુરતમાં ડબલ રેપ, 4 વર્ષના દીકરા સામે પરિણીતાને બે નરાધમોએ હવસનો શિકાર બનાવી

Updated: Mar 14th, 2025


Google News
Google News
સુરતમાં ડબલ રેપ, 4 વર્ષના દીકરા સામે પરિણીતાને બે નરાધમોએ હવસનો શિકાર બનાવી 1 - image


Surat Crime: ભાવનગર-પાલિતાણાથી મહારાષ્ટ્ર અમરાવતી જવા નીકળેલી પરિણીતાને અજાણ્યા શખસે હું તારા પતિને સારી રીતે ઓળખું છું અને અમે પણ મહારાષ્ટ્ર જઈએ છે તને અમરાવતી મુકી દઈશું એમ કહી અમદાવાદથી ટ્રેનમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ ઉધના સ્ટેશને ઉતાર્યા બાદ મોટા વરાછાના ચીકુવાડી વિસ્તારમાં લઇ જઇ માર મારી લૂંટી લીધા બાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પતિને ઓળખું છું એમ કહેનારની હેવાનિયતથી તે હચમચી ગઇ હતી ત્યાં અન્ય એક યુવાને પણ પરીણિતાને પોતાની હવસનો શિકાર બનાવી એક પછી એક એટલે કે ડબલ રેપ કર્યાની ચોંકાવનારી ઘટના ઉત્રાણ પોલીસના ચોપડે નોંધાય છે. પોલીસે એક પછી એક પરિણીતાને તેના 4 વર્ષના પુત્રની સામે પીંખી નાંખનાર બંને નરાધમની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો બેફામ, રાહદારીઓ પર તલવાર-દંડા વડે હુમલા કર્યા

ભાવનગર-પાલિતાણામાં રહેતા શ્રમિક પરિવારની 37 વર્ષીય જલ્પા (નામ બદલ્યું છે) ત્રણ દિવસ અગાઉ 4 વર્ષીય પુત્ર સાથે મહારાષ્ટ્ર-અમરાવતી જવા બસમાં બેસી અમદાવાદ પહોંચી હતી. જયાં અમદાવાદ સ્ટેશન ખાતે હરેશ નામનો યુવક તેને મળ્યો હતો. જેની સાથે 3 થી 10 વર્ષના ચારથી પાંચ બાળકો અને એક મહિલા હતી. આ હરેશે જલ્પાને કહ્યું હતું કે, હું તારા પતિને સારી રીતે ઓળખું છું અમે પણ મહારાષ્ટ્ર જઈએ છે, તને અમરાવતી જવામાં મદદ કરીશું. જેથી જલ્પાએ તૈયારી દર્શાવતા તેઓ અમદાવાદથી ટ્રેનમાં બેઠા હતા અને ઉધના સ્ટેશન ખાતે નાસ્તો કરવાના બહાને જલ્પા અને તેના પુત્રને ઉતરવાનું કહ્યું હતું. જે અંતર્ગત ટ્રેન ઉપડી જતા હરેશ જલ્પા અને તેના પુત્રને મોટા વરાછા ચીકુવાડી ખાતે ઓવર બ્રિજ નીચે લઇ ગયો હતો. જયાં જલ્પાએ તમે મને મહારાષ્ટ્ર-અમરાવતી જવામાં મદદ કરવાના હતા પરંતુ , અહીં લઈ આવ્યા છો એવું પૂછતા હરેશે તું અહીં ફૂટપાથ ઉપર બેસ, હું મારી પત્ની અને બાળકોને મુકીને આવું છું એમ કહીને ગયા બાદ એકાદ કલાકમાં પરત આવ્યો હતો. આ અરસામાં અંધારૂ થઈ ગયું હોવાનો ગેરલાભ લઈ હરેશે જલ્પાને માર મારી મોબાઈલ ફોન અને રોકડા 3500. રૂપિયા લૂંટી લીધા હતા અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. પતિને ઓળખે છે અને મદદ કરવાનું કહેનાર નરાધમના રાક્ષસી કૃત્યથી જલ્પા ચોંકી ગઈ હતી અને ડરના માર્યા પુત્ર સાથે ફૂટપાથ ઉપર બેસી રહી હતી. 

આ પણ વાંચોઃ સાબરમતી પર બનશે 1 કિ.મી. લાંબો સિક્સલેન બ્રિજ, 367 કરોડનો થશે ખર્ચો, જાણો તેની વિશેષતા

હરેશના કૃત્યથી સમસમી ગયેલી જલ્પા ધ્રુજી રહી હતી, ત્યાં વળી શંકર નામના યુવાને તેને અવાવરૂ જગ્યા ઉપર લઇ જઈ દુષ્કર્મ કર્યું હતું. એક પછી એક પોતાની સાથે થયેલા હેવાનિયત ભર્યા કૃત્યથી જલ્પા હચમચી ગઈ હતી. જો કે બીજા દિવસે હરેશે ફરી દુષ્કર્મ કર્યુ હતું અને તેના બે કલાક બાદ શંકરે ફરી તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એક પછી એક પોતાની સાથે બનેલી ઘટનાથી જલ્પા થરથર ધ્રુજી રહી હતી ત્યારે એક રાહદારીની નજર પડતા તેની હાલત જોઈ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જેને પગલે ઉત્રાણ પોલીસ દોડી ગઈ હતી અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં ડૉક્ટરની પૂછપરછમાં એક પછી એક એટલે કે પોતાની સાથે ડબલ રેપ થયાનો ઘટસ્ફોટ કર્યો હતો. 

Tags :
Surat-NewsGujarat-NewsCrime-NewsGujarat-Crime

Google News
Google News