Get The App

સુરતમાં વધુ એક ગ્રિષ્માકાંડ, યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપ્યું, પછી પોતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
સુરતમાં વધુ એક ગ્રિષ્માકાંડ, યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપ્યું, પછી પોતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ 1 - image


Surat Mangrol News | સુરતમાં ફરી એકવાર ગ્રિષ્મા કાંડ જેવી ઘટના બની હતી. અહીં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતાં ચકચારી હત્યા કરી હતી. જોકે યુવતીની હત્યા બાદ પોતે પણ આ યુવકે ચપ્પા વડે પોતાનું ગળી કાપી લીધાની જાણકારી મળી રહી છે. આ ઘટના માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બની હતી.

સુરતમાં વધુ એક ગ્રિષ્માકાંડ, યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપ્યું, પછી પોતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ 2 - image

આરોપીની ઓળખ જાહેર કરાઈ... 

પ્રાથમિક અહેવાલ અનુસાર હુમલાખોર યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો વતની હતો. હાલ તે પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પીડિતા મૃત્યુ પામી ચૂકી છે. હુમલાખોર યુવકની ઓળખ સુરેશ જોગી તરીકે થયાની જાણકારી મળી રહી છે જેને પોતાના ગળા પર 3 ઈંચ જેટલો ચપ્પુ વાગી ગયો છે. હાલ તે સારવાર હેઠળ છે.  યુવતીનું ઘટનાસ્થળે મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે હુમલાખોર યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હૃદય કંપાવનારો બનાવ માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પણ બન્યો હતો. 

સુરતમાં વધુ એક ગ્રિષ્માકાંડ, યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપ્યું, પછી પોતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ 3 - image



Google NewsGoogle News