Get The App

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ: આરોપી શિવ શંકરના મોતના કારણ અંગે પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ: આરોપી શિવ શંકરના મોતના કારણ અંગે પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો 1 - image


Mangrol Gagrape Case: સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા ત્રણેય નરાધમો ઝડપાઈ ગયા છે. જેમાંથી આરોપી શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાનું ગુરૂવારે (10મી ઓક્ટોબર) સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યાર બાદ કસ્ટોડિયલ ડેથના મુદ્દે ભારે વિવાદ થયો હતો. જ્યાર બાદ આરોપીનું પોસ્ટ મોર્મ કરવામાં આવતા મોતનું સાચુ કારણ બહાર આવ્યું છે.

મૃતક આરોપી શિવ શંકરનું કરાયું પોસ્ટ મોર્ટમ

10મી ઓક્ટોબરે માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ચૌરસિયાને ફોરેન્સીક મેડિકલ ચેક અપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેને તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ થોડી સારવાર મલ્યા બાદ તેનું મોત થયું હતું. ત્યારે આજે (11મી ઓક્ટોબર) સિવિલ હોસ્પિટલનાં પીએમ વિભાગમાં આરોપીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જેના પ્રથમિક રિપોર્ટમાં આરોપીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીને દબોચી લીધો, ગુજરાત છોડીને ભાગવાની ફીરાકમાં હતો


આરોપી શિવ શંકરના હૃદયમાં બે બ્લોકેજ હતા

મૃતક આરોપીના હૃદયમાં બે બ્લોકેજ હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો છે. જોકે, એક મહિના પછી સંપૂર્ણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. 

શિવ શંકરનો ગુનાહિત ઈતિહાસ

મૃતક આરોપી શિવ શંકરનો ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. જેની સામે ગુજરાત અને ગુજરાત બહારના મળીને 8 જેટલા વિવિધ કેસ નોંધાયેલા છે. જેમાં અંકલેશ્વરમાં 2 ગુના, કરજણ, કડોદરા, અમીરગઢમાં 1-1 ગુના દાખલ છે. જ્યારે આંધ્રપ્રદેશ, રાજસ્થાનમાં પણ અનેક ગુના નોંધાયેલા છે.

આ રીતે પકડાયા હતા આરોપીઓ

બુધવારે (10મી ઓક્ટોબર) માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નહોતી થઈ. આ દરમિયાન પોલીસે મુન્ના પાસવાન અને શિવ શંકર ચૌરસિયા નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે અમદાવાદ રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશનેથી વધુ એક આરોપી રામ સજીવનની ધરપકડ લીધી છે. 

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ: આરોપી શિવ શંકરના મોતના કારણ અંગે પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો 2 - image


Google NewsGoogle News