સુરતમાં નરાધમે જાહેરમાં યુવતીઓની કરી છેડતી, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ, પોલીસે શરૂ કરી શોધખોળ
Surat News: ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે છેલ્લા ઘણાં સમયથી હત્યા, લૂંટ, દુષ્કર્મ અને છેડતી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં પણ આવી જ એક શરમજનક ઘટના બની છે અને શહેરમાં જાણે ગુનાખોરીનો સરતંજ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં એક સોસાયટીના રસ્તા ઉપર ખુલ્લેઆમ એક લુખ્ખાએ યુવતીઓની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થઈ છે.
આ પણ વાંચોઃ બોડેલીની ઘટનાના CCTV ફૂટેજ: ઢાબામાં અચાનક કાર ઘૂસી ગઈ, ત્રણને ઝપેટમાં લીધા
સુરત શહેરમાં આવારા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ઉધનામાં અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીની ઘટના સામે આવી છે. જેમાં રસ્તે ચાલતી યુવતીઓની એક લુખ્ખાએ છેડતી કરી હતી. આ પહેલાં તેણે મોપેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર મામલે અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં આરોપીઓને જાણે પોલીસનો ખોફ રહ્યો જ નથી. ક્રાઈમ કેપિટલ રીતે સુરત હવે જાણીતું થશે તે દિવસ દૂર નથી. હાલ આ મામલે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.