સુરતમાં લેડી ડોન ભાવિકા વાળાનો આતંક, સાથીદારો સાથે કારખાનેદાર પર કર્યો ઘાતકી હુમલો
Surat Lady Don: સુરતના વરાછા વિસ્તારમાં માથાભારે મહિલા ભાવિકા વાળાએ આંતક મચાવ્યો છે. તેણે એક કારખાનેદારનું સળિયો મારી માથું ફોડી નાખ્યું હતું. હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ તેના વિરુદ્ધ મારામારીને લઈને ગુના નોંધાયેલા છે.
જાણો શું છે મામલો
વરાછા વિસ્તારમાં માથાભારે મહિલા ભાવિકાવાળાએ કારખાના બહાર બેસી અપશબ્દો નહીં બોલવાનું કેહતા કારખાનેદારને માર માર્યો હતો. ભાવિકાએ કારખાનેદારને સળિયો મારી માથું ફોડી નાખ્યું હતું, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કારખાનેદાર સારવાર હેઠળ છે. ભાવિકા સહીત ચાર લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ વરાછા પોલીસે હાલમાં વરાછા પોલીસે ભાવિકાની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં ભાવિકાવાળા લેડી ડોન તરીકે કુખ્યાત થઈ છે. અગાઉ પણ ભાવિકાએ હાથમાં છરો લઈને જાહેરમાં શખસ પર હુમલો કર્યો હતો. જેના વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.