તાપી નદીના અડાજન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે તાપી તટમાં કોઈ બિલ્ડીંગ મટીરીયલ નાખી ગયું

- તાપી નદીના ખોદાણ નહીં પુરાણ ની ફરિયાદ

- તાપી નદીના તટથી 500 મીટરની અંદર બિલ્ડીંગ મટીરીયલ્સ ના ઢગલા થઈ રહ્યો છે, ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે ત્યારે મોટી મુશ્કેલી ની શકયતા: તાપી તટમાં પુરાણ કરનારા સામે પગલાં ભરવા માંગણી

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
તાપી નદીના અડાજન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે તાપી તટમાં કોઈ બિલ્ડીંગ મટીરીયલ નાખી ગયું 1 - image


સુરત, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર 

સુરતની જીવાદોરી એવી તાપી નદીમાંથી અત્યાર સુધી રેતી કાઢવાની કે ખોદાણ ની ફરિયાદ થતી હતી પરંતુ હાલમાં  તાપી નદીમાં ગેરકાયદે પુરાણ થઈ રહ્યું હોવાની ફરિયાદ બહાર આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીના તટમાં મોટી માત્રામાં બિલ્ડીંગ મટીરીયલ્સ નાખી પુરાણ કરાતું હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. તાપી નદીના તટથી 500 મીટરની અંદર બિલ્ડીંગ મટીરીયલ્સ ના ઢગલા થઈ રહ્યો છે, ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે ત્યારે મોટી મુશ્કેલી ની ભીતિ વ્યક્ત થઈ રહી છે. જ તત્વો દ્વારા તાપી પુરાણ કરવામા આવી રહ્યું છે તે તત્વો સામે આકરા પગલાં ભરવાની માગણી થઈ રહી છે.

સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓને પીવાનું પાણી પુરુ પાડવાનો એક માત્ર સ્ત્રોત છે. તાપી નદીના કારણે સુરત શહેરના લોકોને પુરતી માત્રામાં પીવાનું પાણી મળી રહ્યું છે. સુરત પાલિકા અને વહિવટી તંત્ર  માટે તાપી નદીની કાળજી રાખવી અતિ મહત્વની છે. પરંતુ તંત્ર દ્વારા તાપી નદીની કાળજી રખાતી ન હોવાથી અનેક જગ્યાએથી ગંદા પાણી સાથે કચરો ઠલવાઈ રહ્યો છે. 

જોકે હાલમાં તાપી નદીના અડાજણ વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની સામે પોંક નગરની બાજુમાં છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો દ્વારા તાપી નદી પસાર થઈ રહી છે તેની 500 મીટર કરતાં પણ ઓછા વિસ્તારમાં બિલ્ડીંગ મટીરીયલ્સ નાખી પુરાણ કરવામાં આવી રહ્યું છે.  આ તાપી તટ પર બેફામ રીતે વેસ્ટ બિલ્ડીંગ મટીરીયલ્સ ઠાલવવામાં આવતા હોવાથી  કિનારાનું પુરાણ થઈ રહ્યું છે.  

આ તાપી તટ માં મોટી માત્રામાં રાત્રીના સમયે પુરાણ થઈ રહ્યું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી વેસ્ટ મરીયલ્સ ફેંકનારા બેફામ બની રહ્યા છે. આ અંગે પાલિકાના માજી કોર્પોરેટર ઉષા પટેલે ફરિયાદ કરી છે અને ચિંતા વ્યક્ત કરી છે કે, તાપી કિનારા પર ભારે પુરાણ થઈ રહ્યું છે આવા પુરાણ ના કારણે ઉકાઈના ઉપર વાસમાં વરસાદ પડે અને ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવે તો તેની ગંભીર અસર થઈ શકે તેવી શક્યતા છે. તેના કારણે આ ગેરકાયદે પુરાણ દુર કરવા ઉપરાંત જે લોકોએ આ ગેરકાયદે પુરાણ કર્યું છે તે તત્વો સામે આકરા પગલાં ભરવાની પણ માગણી કરી છે.


Google NewsGoogle News