Get The App

ખાનગી કંપનીની આસિ. મેનેજર યુવતીને સુરતના પતિ અને સાસરિયાનો ત્રાસ

બાયો મેડિકલ વેસ્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ચલાવતા પતિ અને સાસરિયાઓએ પરિણીતાને કાઢી મૂકતા ફરિયાદ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
ખાનગી કંપનીની આસિ. મેનેજર યુવતીને સુરતના પતિ અને સાસરિયાનો ત્રાસ 1 - image

વડોદરા, તા.25 મેટ્રિમોનિયલ સાઇટ પરથી પસંદગીના યુવાન સાથે લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતા વડોદરાની ખાનગી કંપનીની આસિસ્ટન્ટ મેનેજર યુવતીએ સુરતના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોધાવી હતી.

વડોદરાના વાઘોડિયારોડ પર રહેતી ૩૧ વર્ષની પરિણીતા સુરતમાં રહેતા પતિ નિરવ, સસરા અને સાસુ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષથી હું પિયરમાં ત્રણ વર્ષની પુત્રી સાથે રહું છું અને વાઘોડિયા ચોકડી ખાતે આવેલી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરું છું.

મારા પ્રથમ લગ્ન અનમોલ સાથે જાન્યુઆરી ૨૦૧૭માં થયા હતા પરંતુ ૧૦ માસ બાદ બંનેએ એકબીજાની સમજૂતીથી છૂટાછેડા લઇ લીધા હતાં. બાદમાં શાદી ડોટકોમ દ્વારા મારી ઓળખાણ નિરવ સાથે થતા નવેમ્બર ૨૦૧૮માં વડોદરામાં લગ્ન કર્યું હતું અને બાદમાં સુરત ટીજીબી ખાતે રિસેપ્શન યોજાયું હતું. લગ્ન બાદ હું સુરતમાં સાસરિમાં ગઇ હતી. લગ્નના થોડા દિવસો બાદ પતિના ગુસ્સાવાળા સ્વભાવની મને જાણ થઇ  હતી અને તે મને  હેરાન કરી માર મારતો હતો.

હું સાસુ અને સસરાને જાણ કરતાં તેઓ પણ પતિની તરફેણ કરતા હતાં. પતિ બાયો મેડિકલ વેસ્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ચલાવતા  હોવાથી તેઓ મને હેરાન કરી મારી ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ છે તેમ કહી છૂટાછેડાની માંગણી કરી હતી અને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.




Google NewsGoogle News