સુરતનું ધોરણ-10 નું સૌથીવધુ 76.45 ટકા પરિણામ, એ-1 ગ્રેડમાં 1279 વિદ્યાર્થી
સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં સુરતનો ડંકો
- જોકે એ-1 ગ્રેડમાં ગત વર્ષ કરતા 1253 વિદ્યાર્થી ઘટયા : અડાજણ કેન્દ્રનું સૌથી વધુ 87.65 ટકા, ભાગળ કેન્દ્રનું સૌથીઓછું 46.45 ટકા પરિણામ
સુરત
રાજય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી વધુ ૧૨૭૯ એ-૧ ગ્રેડ સાથે સતત ત્રીજા વર્ષ એ-૧ ગ્રેડ અને ટકાવારીમાં મોખરાનું સ્થાન મેળવ્યુ છે. જો કે ગત વર્ષ કરતા પરિણામમાં અડધો ટકા ઓછુ પરિણામ અને એ-૧ ગ્રેડમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ ઓછા આવ્યા છે. સુરત કેન્દ્રમાં અડાજણ કેન્દ્રનું સૌથી વધુ ૮૭.૬૫ ટકા અને સૌથી ઓછુ ભાગળ કેન્દ્રનું ૪૬.૪૫ ટકા આવ્યુ છે.
માર્ચ -૨૦૨૩ માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં રાજયભરમાં નોંધાયેલા ૭૪૧૪૧૧ વિદ્યાર્થીઓમાંથી ૭૩૪૮૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર કરતા રાજયનું ૬૪.૬૨ ટકા પરિણામ આવ્યુ હતુ. જેમાં સુરત કેન્દ્રમાં નોંધાયેલા કુલ ૭૬૭૭૧ વિદ્યાર્થીઓમાંથી ૭૬૪૭૦ પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થતા સુરત કેન્દ્રનું ૭૬.૪૫ ટકા આવ્યુ હતુ. એ-૧ ગ્રેડમાં કુલ ૧૨૭૯ વિદ્યાર્થીઓ સાથે ટકાવારી અને એ-૧ ગ્રેડમાં રાજયના તમામ ૩૪ પરીક્ષા કેન્દ્રોમાં સુરત ફસ્ટ નંબરે આવ્યુ હતુ. આમ ટકાવારી અને પરિણામ બન્નેમાં છેલ્લા ત્રણ વર્ષથી સુરતનો ડંકો વાગી રહ્યો છે.
દરમ્યાન સુરતના વિવિધ કેન્દ્રોમાંથી આ વખતે સૌથી વધુ અડાજણ કેન્દ્રનુ ૮૭.૬૫ ટકા આવ્યુ છે. જયારે સૌથી ઓછુ ભાગળ કેન્દ્રનું ૪૬.૪૫ ટકા આવ્યુ હતુ. દરમ્યાન સુરતનો રાજયભરમાં ડંકો વાગ્યો હોવાછતા ગત-૨૦૨૨ ની સરખામણીમાં પરિણામમાં માત્ર અડધો ટકાનો જ ફરક પડયો છે. પરંતુ એ-૧ ગ્રેડની ગત વર્ષ કરતા સંખ્યામાં નોંધપાત્ર ૧૨૫૩ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. આ પરિણામમાં સુરતના વરાછા વિસ્તારની આશાદીપ ગુ્રપ ઓફ સ્કુલના ૧૩૭ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવ્યા છે. જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલના ૬૦, જયારે પી.પી.સવાણીના ૫૮, કૌશલ વિદ્યાસંકુલના ૩૪, પાલનપુર પાટીયાની સંસ્કાર ભારતી સ્કુલના ૩૧, મૌની ઇન્ટરનેશનલ સ્કુલના ૨૨, લુડઝ કોન્વેન્ટ હાઇસ્કુલના ૧૯, સુરત ડાયમંડ ગર્લ્સ સ્કુલના ૧૮, અડાજણ ભુલકા ભવન સ્કુલના ૧૫, એલપીડી સ્કુલ પુણા ગામના ૧૬, , મોટાવરાછાની સંસ્કારદીપ વિદ્યા સંકુલના ૧૨, સરદાર પટેલ વિદ્યાભવનના ૧૨, કામરેજના વાવની વશિષ્ઠ વિદ્યાલયના ૧૦, પરવટ પાટીયાની નોબલ પબ્લીક સ્કુલના છ, ઉતર ગુજરાત કેસ કેપી સ્કુલના આઠ, યોગી પ્રવૃતિ વિદ્યાલયના ૧૧, અસ્પાયર પબ્લીક સ્કુલના આઠ તેમજ અડાજણની પ્રેસીડન્સી સ્કુલના બે તેમજ જિલ્લાની લવાછા સ્કુલનો એક વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉર્તીણ થયો છે.
સુરતના કેન્દ્ર દીઠ પરિણામ
અડાજણ ૮૭.૬૫
વરાછા ૮૬.૪૫
પુણાગામ ૮૫.૯૬
કતારગામ ૮૪.૮૧
ભટાર ૮૪.૫૦
અઠવા ૮૪.૪૩
વેડરોડ ૮૩.૦૪
એલ.એચ.રોડ ૮૨.૧૪
અમરોલી ૮૦.૮૬
રાંદેર ૭૯.૦૩
ડીંડોલી ૭૬.૫૪
સચીન ૭૩.૯૬
ઉધના ૭૨.૮૬
લિંબાયત ૬૭.૩૪
પાંડેસરા ૬૬.૯૩
નાનપુરા ૬૬.૪૪
સુરત
ઉતર ૬૧.૨૭
ભાગળ ૪૬.૪૫
સુરતમાં કયા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા
ગ્રેડ ૨૦૨૨ ૨૦૨૩ તફાવત
એ-૧ ૨૫૩૨ ૧૨૭૯ -૧૨૫૩
એ-૨ ૯૨૭૪ ૮૧૧૩ -૧૧૬૧
બી-૧ ૧૩૩૭૧ ૧૩૦૪૯ -૩૨૨
બી-૨ ૧૫૧૮૦ ૧૫૬૨૧ +૪૪૧
સી-૧ ૧૩૩૬૦ ૧૪૧૦૨ +૭૪૨
સી-૨ ૬૨૫૬ ૫૯૮૯ -૨૬૭
ડી ૩૨૯ ૩૧૦ -૧૯
કુલ ૮૦૧૪૧ ૭૬૪૭૦
સુરતમાં એ-૧ ગ્રેડની સંખ્યા
વર્ષ સંખ્યા
૨૦૧૩ ૪૯૮
૨૦૧૪ ૫૫૦
૨૦૧૫ ૨૯૯
૨૦૧૬ ૫૨૦
૨૦૧૭ ૬૬૯
૨૦૧૮ ૧૨૩૩
૨૦૧૯ ૧૦૦૯
૨૦૨૦ ૩૫૦
૨૦૨૧ ૨૯૯૧
૨૦૨૨ ૨૫૩૨
૨૦૨૩ ૧૨૭૯