Get The App

ગરમી અંગે એલર્ટ જાહેર થતાં પાલિકા તંત્ર સાબુદુ બન્યું: શહેરમાં સાઈડ ઉપર બપોરે 12 થી 4 વાગ્યા સુધી કોઈ કામ ન કરવા સૂચના

Updated: May 21st, 2024


Google NewsGoogle News
ગરમી અંગે એલર્ટ જાહેર થતાં પાલિકા તંત્ર સાબુદુ બન્યું: શહેરમાં સાઈડ ઉપર બપોરે 12 થી 4 વાગ્યા સુધી કોઈ કામ ન કરવા સૂચના 1 - image


Image Source: Freepik

સુરત સહિત દેશના અનેક શહેરોમાં ગરમી અંગે એલર્ટ જાહેર કરી દેવાતા સુરત પાલિકા તંત્ર સાબદુ બન્યું છે. સુરત શહેરના લોકોને ગરમીની માઠી અસર ન થાય તે માટે પગલાં ભરવા અનેક સુચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શહેરમાં ચાલતી બાંધકામ સાઈટ પર બપોરે 12 વાગ્યાથી ચાર વાગ્યા સુધી કોઈ કામ ન કરવા તથા બાંધકામ સાઈટ પર છાશનું વિતરણ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને આગામી દિવસોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે સુરત પાલિકાનું આરોગ્યતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સુરત શહેરમાં હિટ એક્શન પ્લાન અંતર્ગત વિવિધ કામગીરીઓ માટે તમામ વિભાગોને સુચના આપી દેવામાં આવી છે. 

આ આખરી ગરમીમાં સુરત મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે આદેશ અપાયો છે. ક્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્ર પર શ્રમજીવીઓને છાશનું વિતરણ કરવા માટે સુચના આપવામાં આવી છે. 

શહેરમાં જે બાંધકામ સાઇડ ચાલી રહી છે તે સાઇટ પર શ્રમજીવીઓને મુશ્કેલી ન પડે તે માટે બપોરે ચાર કલાક સુધી કામ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ બાંધકામ સાઈટ પર સમજીવીઓને છાશનું વિતરણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો માટે બપોરના કામકાજના કલાકોમાં ફેરફાર કરવા તથા કામદારોનું યોગ્ય હાઇડ્રેશન જળવાઈ તે માટેની કામગીરી કરવા જણાવ્યું છે. 

સુરત શહેરની પાલિકાની હોસ્પિટલોને હિટ રિલેટેડ ઈનનેશનના કેસમાં સારવાર અંગે પૂરી તૈયારી રાખવા માટે જણાવ્યું છે. 

ગરમીથી બચવા લોકોમાં જાગૃતિ આવે તે માટે બીઆરટીએસ અને સીટી બસમાં એલર્ટ ની જાહેરાત કરવા સાથે બસના ડ્રાઇવર અને કંડકટરને પણ હિટ એલર્ટ અંગેનો મેસેજ આપવા સૂચના આપવામાં આવી છે. આ એલર્ટ બાદ સુરત મહાનગરપાલિકાએ સતત બેઠકનો દોર શરૂ કરીને ગરમીમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટેની કામગીરી કરવા કવાયત શરૂ કરે છે.



Google NewsGoogle News