Get The App

સુરતમાં સગીરા પર વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ, 2 આરોપીની ઓળખ થઈ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
સુરતમાં સગીરા પર વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ, 2 આરોપીની ઓળખ થઈ 1 - image


Borasara Rape Case : ગુજરાતમાં શક્તિના પર્વની ઉજવણી થઇ રહી છે તો બીજી તરફ એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાના ભાયલી બાદ હવે સુરતના મોટા બોરસરાંમાં હવસખોરોએ વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના મિત્રએ ગ્રામજનોને જાણ કરતાં સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હજુ સુધી એક પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. જોકે બે લોકોની ઓળખ થઈ છે, તે પણ શંકાસ્પદ છે. પરંતુ ગુજરાતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. મહિલા સુરક્ષાના લીરેલીરાં ઉડી ગયા છે. 

શું હતી ઘટના? 

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. 

સુરતમાં સગીરા પર વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ, 2 આરોપીની ઓળખ થઈ 2 - image

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું હતું. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લીધી છે. જોકે હજુ સુધી એક પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. સધન તપાસ બાદ ત્રણેયને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. બન્નેની પૂછપરછમાં ત્રીજા આરોપીની પણ ખુલાસો થશે. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવાઈ છે. ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાના પ્રયાસ કરાશે. 

સુરતમાં સગીરા પર વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ, 2 આરોપીની ઓળખ થઈ 3 - image

પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાયું

મોડી રાતથી જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પીડિતાના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં સગીર તેમજ તેના મિત્રને કોઇ ગંભીર ઇજાઓ પહોંચી નથી. બે-ત્રણ તમાચા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે ખૂબ ગંભીર છે. જલદીથી જલદી ગુનો ઉકેલાય અને ગુનેગારોને સજા મળે તે માટે કાર્યવાહી કરી રહી છે. 



Google NewsGoogle News