ગણેશ વિસર્જનમાં ભક્તિના રંગે રંગાયું સુરત : ગુજરાતના ગરબા સાથે મહારાષ્ટ્રની લેઝીમનો અનોખો સંગમ
Surat Ganesh Visarjan : સુરત શહેરમાં રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવાયા બાદ આજે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. આજે ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરમાં લેઝિમ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
સુરત શહેરના અનેક મંડળો દ્વારા ગણેશજીની આરાધના કરીને આજે ગણેશ વિસર્જન યાત્રા પણ રંગે ચંગે કાઢવામાં આવી હતી. શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ગણેશ ભક્તો બાપાની ભક્તિના રંગે રંગાયા હતા. આજે ગણેશ ઉત્સવ દરમિયાન ગુજરાતી અને મહારાષ્ટ્રીયન સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ગરબાની ધુન વાગતી હતી જ્યારે ભક્તોના હાથમાં લેઝિમ જોવા મળી હતી. આમ ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ગરબા અને લેઝિમનો સંગમ દેખાયો હતો.
આ પણ વાંચો : બાપ્પાની પ્રતિમા પાસે મુકેલા ફટાકડામાં લાગી આગ, સુરતમાં વિસર્જન વખતે બનેલી ઘટના