Get The App

બાપ્પાની પ્રતિમા પાસે મુકેલા ફટાકડામાં લાગી આગ, સુરતમાં વિસર્જન વખતે બનેલી ઘટના

Updated: Sep 17th, 2024

GS TEAM


Google News
Google News
બાપ્પાની પ્રતિમા પાસે મુકેલા ફટાકડામાં લાગી આગ, સુરતમાં વિસર્જન વખતે બનેલી ઘટના 1 - image


Fire Accident during Ganesh Visarjan : સુરતમાં વહેલી સવારથી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને નીકળી રહી હતી. પરંતુ, થોડા સમય બાદ ભાગળ ચાર રસ્તા નજીકથી પસાર થતી એક વિઘ્નહર્તાની વિદાય યાત્રામાં વિધ્ન આવતા આવતા અટકી ગઈ હતી. ભાગળ ચાર રસ્તા પરથી પસાર થતી શોભાયાત્રામાં પ્રતિમા સાથે મુકેલા ફટાકડામાં આગ લાગી ગઈ હતી. જોકે, આગ નાની હોવા ઉપરાંત પાલિકાના ફાયર વિભભાગની જવાનોની સમયસુચકતાના કારણે તરત આગ બુઝાવી દેવામાં આવી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ. 

વિસર્જન યાત્રમાં થયો અકસ્માત

આનંદ ચૌદશની સવારનો સૂરજ ઉગે તે પહેલા સુરતમાં ગણેશજીના વિસર્જન યાત્રા નીકળી રહી છે. વહેલી સવારથી નિકળતી વિસર્જન યાત્રા શાંતિથી અને ભક્તોના આનંદોલ્લાસ વચ્ચે નીકળી રહી છે. દરમિયાન આઝે 11 વાગ્યા પછી ભાગળ ચાર રસ્તા પરથી વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્ન આવ્યું હતું. ગણેશજીની પ્રતિમા સાથે ફટાકડા મુકવામાં આવ્યા હતા. આ ફટાકડા પર ક્યાંકથી સળગેલો ફટાકડો પડ્યો હતો. જેના કારણે ફટાકડામાં આગ લાગી હતી. 

આ પણ વાંચોઃ એક પૈડાની સાઇકલ પર ગણેશજીનું અનોખું વિસર્જન, વડોદરાના યુવાન નોંધાવ્યા અનેક વર્લ્ડ રેકોર્ડ

જોકે, બાપાની પ્રતિમા સાથે રહેલા યુવાનો પણ ડર્યા ન હતા અને પ્રતિમા સાથે જ ઉભા રહ્યાં હતાં. દરમિયાન ભાગળ ચાર રસ્તા પર હાજર ફાયર જવાનો તાત્કાલિક પ્રતિમા પાસે પહોંચી ગયા અને ત્યાં આગ બુઝાવી દીધી હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
Tags :