સુરત: શહેરની રહેણાંક સોસાયટીઓમાં નવરાત્રીના દસ દિવસ માટે ડ્રેસ કોડનો થઈ રહ્યો છે અમલ
સુરતમાં હવે ધીરે ધીરે નવરાત્રી નો માહોલ જામી રહ્યો છે શહેરમાં ધંધાદારી નવરાત્રિના આયોજન સાથે સાથે રહેણાંક સોસાયટી અને શેરીઓમાં પણ માહોલ જામી રહ્યો છે. હાલ સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં પરંપરાગત નવરાત્રીને આધુનિક ટચ આપીને નવરાત્રીના દિવસો દરમિયાન વિવિધ ડે ની જાહેરાત કરવા સાથે તેનો અમલ કરવામા આવી રહ્યો છે. શહેરની રહેણાંક સોસાયટીમાં ટ્રેડીશનલ ડ્રેસ સાથે દસ દિવસના ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યા છે. અને તે પ્રમાણે સોસાયટીના ખેલૈયાઓ એક સરખા કલર કોડ નો ડ્રેસ પહેરીને ગરબે ઘૂમી રહ્યા છે.
સુરતની રહેણાંક સોસાયટીઓ અને શેરીમાં એકતા રહે તે માટે શહેરમાં ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં યંગસ્ટર્સ અને અન્ય લોકો વધુમાં જોડાય અને નવરાત્રીનો ચાર્મ રહે તે માટે સોસાયટીના લોકો કંઈક નવી થીમ અપનાવી રહ્યાં છે તેમાં હાલમાં અનેક સોસાયટીઓમાં નવરાત્રીના નવ દિવસ સાથે દશેરા નો દિવસ ઉમેરી દસ દિવસ વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
દર વાર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં અનેક રહેણાંક સોસાયટી માં નવરાત્રી દરમિયાન ટ્રેડીશનલ ડ્રેસ સાથે સાથે વિવિધ દિવસના વિવિધ કોડ જાહેર કરવામાં આવ્યા છે અને સોસાયટીના મોટા ભાગના લોકો આ જાહેર કરેલા ડ્રેસ કોડ પ્રમાણે જ ગરબામાં ઉતરે છે તેના કારણે અદભુત દ્રશ્યો સર્જાય રહ્યા છે.
સામાન્ય રીતે રહેણાંક સોસાયટીઓમાં ઉજવાતી નવરાત્રી માં કોઈ ડ્રેસ કોડ હોતા નથી સોસાયટીમાં સ્પીકર કે જે ના તાલે સોસાયટીના સભ્યો ગરબે ઘુમે છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી સોસાયટીઓમાં પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘુમતા ખેલૈયાઓ નજરે પડે છે. અનેક રહેણાંક સોસાયટીમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે સાથે વિવિધ કલરના ડ્રેસ કે અન્ય કોડ નક્કી કરવામાં આવ્યા છે અને તે પ્રમાણે જ ખેલૈયાઓ માતાજીની આરાધના કરી ગરબે ઘુમતા જોવા મળી રહ્યાં છે.
સોસાયટીઓમાં ઉજવાતી નવરાત્રી માં એક સરખા ડ્રેસ પહેરીને સભ્યો આવે તે માટે કેટલીક સોસાયટીએ એક દિવસ રેડ ડે, એક દિવસ રેડ ડે. બ્લુય ડે, તો એક દિવસ વ્હાઈટ કે એક દિવસ ગ્રીન ડે , એક દિવસ કોટી ડે, એક દિવસ ટ્રેડિશન ડે અને એક દિવસ સેમી ટ્રેડિશન ડે ઉપરાંત યુનિટી ડે જેવા ડ્રેસ કોડ જાહેર કરવામા આવ્યા છે. આ ઉપરાંત એક દિવસ દુપટ્ટા ડે અને એ એક દિવસ ગોગલ્સ ડે પણ જાહેર કરવામા આવ્યા છે. સોસાયટીની નવરાત્રિમાં ગરબે ઘુમતા માટે ભાગના ખેલૈયાઓ જાહેર કરેલા ડ્રેસ કોડ મુજબ ગરબા રમી રહ્યાં છે. નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ દસમા દિવસે ફાફડા જલેબી નો નાસ્તો કરીને દશેરાની રાત્રે ડી જે ડેની ઉજવણી સાથે ખેલૈયાઓ થાક ઉતારવા માટે થનગની રહ્યાં છે.