સુરત જિલ્લા પંચાયતના બજેટનું રૃા.1307 કરોડનું બજેટ મંજુર, રૃા.253 કરોડનો ઘટાડો
- બજેટના કદમાં ઘટાડો છતા છેવાડાના માનવીને પણ લાભ મળવાનો દાવોઃ ગત વર્ષે રૃા.1560 કરોડનું બજેટ હતું
સુરત
સુરત જિલ્લા પંચાયતમાં સરકારી ગ્રાન્ટ, દેવા વિભાગ, સ્વભંડોળ મળીને સને ૨૦૨૪-૨૫ ના વર્ષનું રૃા.૧૩૦૭ કરોડનુ બજેટ આજે પ્રમુખ સ્થાનેથી સામાન્ય સભામાં રજુ થતા સર્વાનુંમતે મંજુર કરાયુ હતુ. આ બજેટમાં રૃા.૧૨૨૦ કરોડનો ખર્ચ અંદાજેલ છે. ગત વર્ષના બજેટ કરતા આ વર્ષે કદ ૨૫૩ કરોડ ઘટયુ છે.
સુરત જિલ્લા પંચાયતના વેસુ ખાતે આજે પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં સને ૨૦૨૩-૨૪ ના વર્ષનું રૃા.૧૫૬૦ કરોડનું સુધારેલ અને સને ૨૦૨૪-૨૫ ના વર્ષનું રૃા.૧૩૦૭ કરોડનું બજેટ રજુ કર્યુ હતુ. આ બજેટમાં ૧૨૨૫ કરોડની સરકારી ગ્રાન્ટ, દેવા વિભાગની ૨૬.૬૭ કરોડ તથા સ્વભંડોળની રૃા.૫૫.૬૫ કરોડ આવક અંદાજવામાં આવી છે. જેની સામે ૧૨૨૦.૬૪ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ખર્ચ પછી પંચાયત પાસે ૪૯૭.૩૩ કરોડની સિલક ઉપલબ્ધ રહેશે.
જયારે સ્વભંડોળની ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ નું રૃા.૫૫.૬૫ કરોડનું બજેટ આંકવામાં આવ્યુ છે. આ બજેટમાંથી મહેસુલ પંચાયતને વિકાસ ક્ષેત્રે રૃા.૧૮.૨૦ કરોડ, શિક્ષણ ક્ષેત્રે રૃા.૪.૧૩ કરોડ, ખેતીવાડી ક્ષેત્રે ૨.૩૩ કરોડ, જાહેર બાંધકામ ક્ષેત્રે રૃા.૧૦.૬ કરોડ, આર્યુવેદ ક્ષેત્રે રૃા.૨.૯૯ કરોડ તેમજ પરચૂરણ ખર્ચ મળીને બજેટ સામાન્ય સભામાં રજુ કરતા સર્વાનુંમતે મંજુર થયુ હતુ.
જો કે ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના કુલ ૧૫૬૦ કરોડના બજેટની સામે આ વર્ષે ૧૩૦૭ કરોડનું બજેટ રજુ થતા આ વર્ષે બજેટનું કદ રૃા.૨૫૩ જેટલુ ઘટયુ છે. આ બજેટ અંગે પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યુ હતુ કે, પાયાની યોજનાઓનો સમાવેશ સાથે બજેટમાં છેવાડાના અદના માનવી સુધી લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. સાથે જ આ બજેટમાં ખેડુતોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. ખેતી ખર્ચ ઘટે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનું તેમણે જણાવ્યુ હતુ. બજેટમાં દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી, ઉપપ્રમુખ રોહિત પટેલ, કારોબારી- બાધકામ અધ્યક્ષ, સહિતના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
ફેબુ્આરીના એન્ડ કે માર્ચમાં ચૂંટણી જાહેર થવાની હોવાથી બજેટ વહેલુ રજુ કરાયું
સામાન્ય
રીતે માર્ચ મહિનામાં સામાન્ય સભા બોલાવીને બજેટ રજુ થતુ હોય છે. પરંતુ આ વર્ષે ચૂંટણી
હોવાના કારણે ફેબુ્રઆરી એન્ડ કે માર્ચમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઇ શકે તેમ હોવાથી
બજેટને ચૂંટણીનું ગ્રહણ નડતુ હોવાથી રાજયની તમામ જિલ્લા પંચાયતોમાં જેમ બને તેમ ઝડપથી
બજેટ મંજુર કરવા તાકીદ કરાઇ હતી. આથી બજેટની પૂર્વ તૈયારી માટે દરેક શાખા અધિકારીઓ
પાસેથી યોજના અને નાણાંકીય સ્થિતિ અંગે અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. અને કોરોબારીની
બહાલી બાદ આજે સામાન્ય સભામાં બજેટ રજુ થયુ હતુ.