Get The App

ઉધના રેલવે સ્ટેશનની ઘટના બાદ રેલ મંત્રીને રજુઆત પછી વધુ છ ટ્રેન દોડાવવાનો નિર્ણય

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
ઉધના રેલવે સ્ટેશનની ઘટના બાદ રેલ મંત્રીને રજુઆત પછી વધુ  છ ટ્રેન દોડાવવાનો નિર્ણય 1 - image


સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત જતી ટ્રેનમાં મુસાફરોની સંખ્યા અચાનક વધી જતાં અફરા તફરી થઈ હતી. ઉધના રેલવે સ્ટેશન અફરા તફરી બાદ કાર્યકરોને સુવિધા ઉભી કરવા પ્રદેશ પ્રમુખે આદેશ આપ્યા હતા. હાલ વેકેશનમાં ઉત્તર ભારત જવાની ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે થયેલી અફરા તફરી બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે રેલ મંત્રીને રજુઆત કરતાં સુરતથી ઉત્તર ભારત તરફ છ ટ્રેન વધારે દોડાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

સુરત- ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત પર જતી ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં અફરા તફરી થઈ હતી. આ અફરા તફરી બાદ સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ કરીને સમગ્ર ઘટના અંગેની માહિતી આપી હતી. ભાજપ અધ્યક્ષે પત્રકાર પરિષદમાં કહ્યું હતું, ઉનાળું વેકેશન શરૂ થતા સુરતમાં રહેતા અન્ય રાજ્યમાં રહેતા લોકો પોતાના વતન જઈ રહ્યા છે ઉધના રેલવે સ્ટેશનને એક ટ્રેન જતી હતી ત્યારે ત્રણ ચાર ટ્રેનમાં જાય એટલા લોકો ભેગા થયા હતા. અફરા તફરી થઈ હતી કેટલાક લોકોની તબિયત પણ બગડી હતી સ્થળ પરથી જ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ને  રજુઆત કરી હતી કે હાલ ઉનાળુ વેકેશન ના કારણે લોકો મોટી સંખ્યામાં સ્ટેશન પર ભેગા થાય છે તેનાથી અવ્યવસ્થા સર્જાય છે તેના કારણે વધુ છ ટ્રેન નો વધારો કરવો જોઈએ. ત્યારબાદ તરત જ વાત સ્વીકારી ને આજે જ સૂચના આપીને સુરત થી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો શરૂ થશે.  આ જાહેરાત સાથે જ તેઓએ પરપ્રાંતિયોને અપીલ કરી છે કે, નવી છ ટ્રેન શરુ થાય છે તેથી તમારી ટિકિટની વ્યવસ્થા કર્યા બાદ પોતાના વતન જાય તે હિતાવહ છે. તંત્ર કામગીરી કરી રહી છે ભાજપના કાર્યકરો મદદરૂપ થઈ રહ્યા છે. તેથી સુરતમાં પરપ્રાંતીય જવા માંગતા લોકોને ખોટી ઉતાવળ ન કરી અવ્યવસ્થા ન થાય તેવું કરવા અપીલ કરવા સાથે રેલ મંત્રી નો પણ આભાર માન્યો હતો.


Google NewsGoogle News