Get The App

શેઠની શિખામણ ઝાંપા સુધી..! સુરત પાલિકા દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમમાં 1.71 કરોડના ખર્ચ કર્યા બાદ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે 1.25 કરોડનો ધુમાડો કરાશે

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
શેઠની શિખામણ ઝાંપા સુધી..! સુરત પાલિકા દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમમાં 1.71 કરોડના ખર્ચ કર્યા બાદ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે 1.25 કરોડનો ધુમાડો કરાશે 1 - image


CM Bhupendra Patel visit Surat : સુરતમાં કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કાર્યક્રમમાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરીવાળા કાર્યક્રમમાં 1.71 કરોડનો ખર્ચ કર્યો હતો. સાતથી આઠ હજાર લોકોની હાજરી વાળા કાર્યક્રમમાં 1.171 કરોડનો ખર્ચ બાદ હવે આગામી 19 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇકોનોમિક માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરાશે. મુખ્યમંત્રીના એક દિવસના આ કાર્યક્રમ ડુમસની ખાનગી હોટલમાં કરાશે તેના માટે 1.25 કરોડનો ધુમાડો કરાશે. જેમાં માંડ એકાદ હજાર જેટલા લોકો રહેશે.

 સુરત પાલિકાના વિવિધ પ્રોજેક્ટ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટ પર નભી રહી છે. ત્યારે પાલિકા કમિશનરે કરકસર ભર્યો બજેટ કરકસર ભર્યો બજેટ રજુ કરવામાં આવ્યું હતું અને કરકસર ભર્યો વહીવટની સલાહ આપવામા આવી હતી. જોકે, શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેમ પાલિકાના નાના નાના ખર્ચ પર તો કાપ મૂકવામાં આવે છે. પરંતુ નેતાઓ માટેના કાર્યક્રમમાં મસ મોટા ખર્ચ કરવામા આવી રહ્યા છે.

 થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારના વોટર હાર્વેસ્ટીંગ અભિયાનનો કાર્યક્રમ સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ હોવા છતાં પણ 60 લાખનો ખર્ચ રહેશે. જ્યારે બ્રાન્ડીંગ, જાહેરાત, પ્રદર્શન, , મુવી, પાર્કિંગને લગતી કામગીરી માટે પણ 60 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત 30 લાખનો ખર્ચ તો ઈલેટ્ર્કીટ વિભાગને સંલગ્ન કામગીરી માટે કરવામાં આવશે. જ્યારે ભોજન વ્યવસ્થા માટે 20 લાખનો ખર્ચ મળીને 1.70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

ત્યારબાદ હવે આગામી 19 સપ્ટેમ્બરના રોજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાન લોન્ચીંગ કાર્યક્રમ મુખ્યમંત્રીની હાજરીમાં કરવામા આવશે. સુરત શહેરની ગ્રોથ હબ તરીકે પસંદગી થયા બાદ હવે રોજગારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના આયોજન માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. 19 સપ્ટેમ્બરના ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માસ્ટર પ્લાનનું લોન્ચિંગ થશે. ડુમસ રોડ સ્થિત ખાનગી હોટલમાં કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાનાર કાર્યક્રમમાં માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરાશે. ગુરુવારે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કાર્યક્રમ અંગેનો 1.25 કરોડના ખર્ચને મંજુરી આપાવમાં આવી છે. આ બેઠકમાં સુરત શહેરનો સૌ પ્રથમ ઇકોનોમિક માસ્ટર પ્લાન લોન્ચ કરવામાં આવશે.


Google NewsGoogle News