સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત
Surat Chinese String Factory Busted: ભારતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અવાર-નવાર ચાઇનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ થતું જોવા મળે છે. એવામાં ગુજરાતના સુરતમાંથી ચાઇનીઝ દોરીનું આખેઆખું કારખાનું ઝડપાયું છે. LCB ની ટીમે કારખાનામાં દરોડા પાડી બે લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશીના સમાચારઃ આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોકનું બજાર
સુરતમાંથી ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું
મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરાના મારૂતિનગર વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારખાનું ઝડપાયું છે. ઝોન-4ની LCB (Local Crime Branch) ની ટીમે બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન LCB ની ટીમે બે લોકોની અટકાયત કરી છે અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ દોડતી કાર બેકાબૂ, ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત
હાલ LCB દ્વારા કારખાનું સીઝ કરી દેવામાં આવ્યું છે. આ સાથે આ ધંધામાં કેટલાં લોકો સંડોવાયેલા હતાં અને અન્ય કેટલી જગ્યાએ આ પ્રકારે ચાઈનીઝ દોરી બનાવવાનું કામકાજ થાય છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.