mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બીટકોઇન હડપવાનો 13 આરોપી વિરુધ્ધનો સુરતનો કેસ અમદાવાદ E.Dની કોર્ટમાં ચાલશે

આરોપી શૈલેશ ભટ્ટ સિવાયના આરોપીઓ સામે ચાર્જશીટ થતા ઈડીએ ગુનો પીએમએલએ એક્ટના શિડયુલ ગુનામાં પડતો કેસ ટ્રાન્સફરની માંગ કરી હતી

Updated: Jun 28th, 2024


બીટકોઇન હડપવાનો 13 આરોપી વિરુધ્ધનો સુરતનો કેસ અમદાવાદ E.Dની કોર્ટમાં ચાલશે 1 - image


સુરત

આરોપી શૈલેશ ભટ્ટ સિવાયના આરોપીઓ સામે ચાર્જશીટ થતા ઈડીએ ગુનો પીએમએલએ એક્ટના શિડયુલ ગુનામાં પડતો કેસ ટ્રાન્સફરની માંગ કરી હતી

    

છ વર્ષ પહેલાં બીટકોઈન સહિતના ક્રિપ્ટો કરન્સીના કેસમાં અપહરણ તથા બળજબરીથી ક્રિપ્ટો કરન્સી હડપવાના  અંગે સુરત સીઆઈડી ક્રાઈમમાં બે નોધાયેલા ગુનામાં સંડોવાયેલા 13 જેટલા આરોપીઓ વિરુધ્ધનો ગુનોઈડીના પ્રિવેન્શન  ઓફ મની લોન્ડરીંગ કેસ મુજબ શિડયુલ ગુનામાં પડતો હોઈ ઈડીએ આરોપી શૈલેશ ભટ્ટ સિવાયના અન્ય આરોપીઓના કેસને અમદાવાદ સ્થિત ઈડીની કોર્ટમાં ટ્રાન્સફર કરવા કરેલી માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વાછાણી એ મંજુરીની મહોર મારતો હુકમ કર્યો છે.

આજથી છ વર્ષ પહેલાં વર્ષ-2018 સુરત સીઆઈડી ક્રાઈમમાં ક્રિપ્ટો કરન્સી બીટકોઈનના દલાલોની અપહરણ કરીને બળજબરીથી ધાકધમકી આપીને કરોડો રૃપિયાના બીટકોઈન પોતાનો વોલેટમાં ટ્રાન્સફર કરાવી નાખવાના ગુનાઈત કારસાની બદલ આરોપી શૈલેશ ભટ્ટ,નિકુંજ ભટ્ટ,દિલીપ કાનાણી, જીગ્નેશ મોરડયા,મનોજકયાડા સહિત કુલ 13 જેટલા આરોપીઓ વિરુધ્ધ ઈપીકો-364 ,365,387,વગેરે હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી  જેલભેગા કર્યા હતા.અલબત્ત આ કેસમાં આરોપી શૈલેશ ભટ્ટે સુપ્રિમ કોર્ટમાં ન્યાય માટે ધા નાખી હતી.જેને સુપ્રિમ કોર્ટે રાહત આપીને આરોપી શૈલેશ ભટ્ટ વિરુધ્ધ વિશેષ કાર્યવાહી કે પગલાં ન ભરવા પર રોક લગાવવામા આવી હતી.જેથી સુરત સીઆઈડી ક્રાઈમે શૈલેશ ભટ્ટ સિવાયના બાકીતમામ આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરી હતી.

સુરત સીઆઈડી ક્રાઈમે આરોપીઓ વિરુધ્ધ ઈપીકો-364એ હેઠળ કરેલા બે સેશન્સ કેસ 418-2018 તથા 801-21 એ હાલમાં  સુરતની સેશન્સ કોર્ટમાં પેન્ડીંગ છે.જે દરમિયાન ઉપરોક્ત સીઆઈડી ક્રાઈમે કરેલા બંને કેસોને એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ ના આસીસ્ટન્ટ ડીરેકટર દ્વારા અમદાવાદ ઈડીની કોર્ટમાં ટ્રાન્સફર કરવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન ઈડી તરફે ખાસ નિયુક્ત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું ર્ેકે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની સેકશન-44(1)(સી) હેઠળ ઈપીકો-364(એ)એ એવો ગુનો છે કે જેનો ઉલ્લેખ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટના શિડયુલમાં આવતો ગુનો છે.જેથી શૈલેશ ભટ્ટ સિવાયના બાકીના તમામ આરોપીઓની વિરુધ્ધના બંને સેશન્સ કેસોનો અમદાવાદ મિરઝાપુર ખાતે ઈડીની કોર્ટમા ટ્રાન્સફર કરીને મની લોન્ડરીંગના કેસ સાથે ચલાવવા માંગ કરી હતી.જેને કોર્ટે કાનુની જોગવાઈને ધ્યાને લઈને સુરત સીઆઈડી ક્રાઈમના ઉપરોક્ત બંને સેશન્સ કેસોના આરોપીઓનો કેસને અમદાવાદ ઈડી કોર્ટમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ આપ્યો છે.


Gujarat