સુરત: સામાન્ય સભાની શરૂઆત પહેલા સભાખંડ બહાર વિપક્ષે હનુમાન ચાલીસા બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું
- વિરોધ પક્ષ આપના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચાર દૂર કરોના નારા લગાવ્યા સામે ભાજપના કોર્પોરેટરોએ કેજરીવાલ હટાવવાનો નારા લગાવ્યા
સુરત, તા. 19 ફેબ્રુઆરી 2024, સોમવાર
સુરત પાલિકાની બજેટ ની ખાસ સામાન્ય સભા પહેલા વિપક્ષ આપના સભ્યો સભા ખંડ બહાર ભેગા થયા હતા અને કચરા નિકાલમાં પાલિકા કૌભાંડ કરી રહી છે તેવો આક્ષેપ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પાલિકાની સામાન્ય સભા શરુ થાય તે પહેલાં સરદાર પટેલ સભા ખંડ બહાર વિરોધ પક્ષ આપ ના કોર્પોરેટરોએ સભા ખંડ બહાર પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભ્રષ્ટાચાર હટાવો પાલિકા બચાવોના પ્લે કાર્ડ સાથે વિપક્ષી સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત હનુમાન ચાલીસા સાથે વિરોધ પ્રદર્શન કરીને સભા ખંડમાં પ્રવેશ કર્યો હતો.
વિપક્ષી સભ્યોએ ભ્રષ્ટાચાર હટાવોના નારા લગાવતા હતા તો તેની સામે ભાજપના કેટલાક કોર્પોરેટૉરોએ કેજરીવાલ હટાવોના નારા લગાવ્યા હતા.