Get The App

સુરત હિલ સ્ટેશન બન્યું :15 વર્ષમાં પહેલીવાર જાન્યુઆરીમાં 10.2 ડિગ્રી ઠંડી

Updated: Jan 24th, 2022


Google NewsGoogle News
સુરત હિલ સ્ટેશન બન્યું :15 વર્ષમાં પહેલીવાર જાન્યુઆરીમાં 10.2 ડિગ્રી ઠંડી 1 - image


- એક જ દિવસમઠંડીનો પારો સાત ડિગ્રી ગગડી ગયો : મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટયું : 6 કિલોમીટરની ઝડપે શીત પવનો ફુંકાયા

        સુરત


કમોસમી માવઠાની સુરત શહેરમાં ઝાઝી અસર જોવા મળી ના હતી. પરંતુ આ કારણે હાડ થીજવતી ઠંડી પડતા એક જ દિવસમાં ઠંડીનો પારો સાત ડિગ્રી નીચે સરકીને 10.2 ડિગ્રી નોધાતા જાન્યુઆરીમાં  છેલ્લા 15 વર્ષની ઠંડીનો રેકોડ તોડતી ઠંડી આજે નોંધાઇ હતી. શહેરમાં કાતિલ ઠંડી સાથે સતત ઠંડો પવન ફુંકાતા હિલ સ્ટેશન જેવુ વાતાવરણ નોંધાયુ હતુ.

હવામાન  કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન 23.8 ડિગ્રી, લઘુતમ 10.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 35 ટકા, હવાનું દબાણ 1011.6 મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાન વિદ્દોના જણાવ્યા મુજબ કમોસમી માવઠાની જે આગાહી કરાઇ હતી. તેની અસર સુરત શહેરમાં વધુ જોવા મળી ના હતી. પરંતુ ઠંડીના પ્રમાણમાં ભારે વધારો થઇ રહ્યો છે.

રવિવારે 17.2 ડિગ્રી નોંધાયા બાદ આજે સીધો સાત ડિગ્રીનો ઘટાડો થઇને 10.2 નોંધાતા છેલ્લા પંદર વર્ષનો ઠંડીનો રેકોડ તુટયો છે. જો કે ફેબુ્રઆરી 2012 માં ઠંડીનુ પ્રમાણ 9.3 ડિગ્રી નોંધાયુ હતુ. અને આજે 2022 ના વર્ષનો સૌથી ઠંડો દિવસ નોધાયો હતો. આખો દિવસ શહેરમાં તાપ સાથે ઠંડો પવન સતત ફુંકાતા ગરમીમાં પણ શહેરીજનો સ્વેટર, જેકેટ પહેરીને બહાર નિકળી રહ્યા હતા. આજે જાણે સુરત શહેર હિલ સ્ટેશનમાં ફેરવાયુ હોઇ તેવુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

સુરતમાં છેલ્લા 13 વર્ષમાં નોંધાયેલી ઠંડી

વર્ષ         ઠંડી( ડિગ્રી)

2010       13.5

2011       10.5

2012       11.6

2013       11.0

2014       11.9

2015       12.8

2016       11.5

2017       12.2

2018       12.8

2019       12.8

2020       12.6

2021       12.6

2022       10.2



Google NewsGoogle News