Get The App

સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આતંક, 5 લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો

Updated: Mar 15th, 2025


Google News
Google News
સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આતંક, 5 લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો 1 - image


Surat News: સુરતમાં દિવસે ને દિવસે હત્યા-લૂંટ સહિતના બનાવો સાથે-સાથે અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જાય છે. ધૂળેટીના દિવસે સુરતના સચિન વિસ્તારમાં રીતસરનો આતંક મચાવ્યો હતો. સચિનના સેજલનગરમાં રીક્ષામાં આવેલા લોકોએ 4થી 5 લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પૂરપાટ ઝડપે રીક્ષા હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોના આતંક બાદ હવે સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ ચપ્પા વડે 4થી 5 લોકો પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. સચિનના સેજલનગર વિસ્તારમાં રીક્ષામાં આવેલા કેટલાક ઇસમોએ રીતસરનો ભયનો માહોલ પેદા કર્યો હતો. સ્થાનિક રહીશો પર છરી વડે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતાં સ્થાનિક રહીશો પોતાના બચાવ માટે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે મોટા શહેરો સહિત રાજ્યભરમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. કાયદાનો ભય રહ્યો નથી. છાશવારે આવી ઘટનાઓના વીડિયો સામે આવ્યા બાદ જાહેરમાં સરઘસ કાઢીને પાઠ ભણાવે છે. પરંતુ અસામાજિક તત્ત્વોનો આતંક ઓછો થવાના બદલે વધતો જાય છે. 


Tags :
SuratAnti-social-elementsDhuleti

Google News
Google News