સ્માર્ટ સિટીમાં સુરત- અમદાવાદ અગ્રક્રમે, રાજકોટને માત્ર પાણી કેટેગરીમાં 3જો રેન્ક
અમદાવાદ- સુરતને સંસ્કૃતિ, ટ્રાફિક, સેનીટેશન, કોવિડ, ઈનોવેશનમાં મળ્યા એવોર્ડ : વડોદરા હોસ્પિટલ મેનેજમેન્ટમાં પ્રથમ: સ્માર્ટ રોડ, નોન મોટરાઈઝ્ડ વાહનોને ઉત્તેજન,પર્યાવરણ,અર્થતંત્ર, ગવર્નન્સમાં ગુજરાતના એકેય શહેરને સ્થાન નહીં
રાજકોટ, : દેશમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ પસંદ થયેલા શહેરોના ગઈકાલે રેન્ક જાહેર કરાયા છે જેમાં દેશમાં એકંદરે સ્માર્ટ સિટી તરીકેનું પ્રથમ સ્થાન ઈન્દોર અને બીજુ સ્થાન ગુજરાતના સુરત શહેરને મળ્યું છે. જ્યારે ત્રીજો રેન્ક આગ્રાને અપાયો છે. તો અમદાવાદને સેનીટેશન, સંસ્કૃતિ અને અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતોમાં સ્થાન મળ્યું છે. જ્યારે રાજકોટને એકમાત્ર અટલ સરોવરના કામ માટે ત્રીજુ સ્થાન અને વડોદરાને હોસ્પિટલ મેનેજમેન્ટ માટે પ્રથમ ક્રમ મળ્યો છે. શહેરોને અપાયેલા 1થી 3 રેન્કમાં ં ગાંધીનગર, દાહોદ શહેરનો સમાવેશ થયો નથી.
સમાર્ટ સિટીના અન્ય વિષયોમાં (1) તળાવ,રિવરફ્રન્ટ,ખુલ્લી જગ્યાના વિકાસ વગેરેથી પર્યાવરણ સુધારણા માટે (2) માર્કેટ રિડેવલપમેન્ટ, પ્રવાસનને ઉત્તેજન વગેરે અર્થતંત્ર કેટેગરીમાં (3) ઓનલાઈન પોર્ટલ, પારદર્શકતા, જવાબદારી, સેવાઓની પડતર વગેરે બાબતમાં સ્માર્ટ વહીવટ એટલે કે ગવર્નન્સમાં (4) શહેરમાં વાહન વ્યવહાર સુચારૂ અને ઈકોફ્રેન્ડલી બને તે માટે નોનમોટરાઈઝ્ડ વાહનો (દા.ત.સાયકલ)ને ઉત્તેજન, બાઈક શેરીંગ, સ્માર્ટ રોડના મોબિલિટી કેટેગરીમાં (5) અર્બન ફોરેસ્ટ, પર્યાવરણ સુધારતા પ્રોજેક્ટો વગેરે શહેરી પર્યાવરણ એ 4 કેટેગરીમાં ગુજરાતના એક પણ શહેરને ટોપ-3માં સ્થાન મળ્યું નથી.
અમદાવાદ શહેરને (1) હેરીટેજ બાંધકામો જાળવવા અને હેટીટેજ ટુરીઝમ વિકસાવવાના કલ્ચર કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન (2) આઈસીસીસી (ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે પણ દેશમાં નં.૧ રેન્ક, (૩) સેનીટેશનમાં એટલે કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં નં.૩ રાજકોટને રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી એરિયામાં હયાત તળાવને અટલ સરોવર તરીકે વિકસીત કરીને તેમાં કાયમ પાણી રહે તે માટે રેઈન વોટર હાર્વેસ્ટેીંગ, ઉપરાંત નજીકના ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી મળતું રહે તેવી વ્યસ્થા, કાયમ જાળવણી થાય તેવી વ્યવસ્થા કરીને તેને મનોરંજન સ્થળ તરીકે વિકસાવાતા 'પાણી' કેટેગરીમાં દેશમાં નં.3 મળ્યો છે. આ વિષયમાં પ્રથમ નં.ઈન્દોરને અને બીજો આગ્રાને મળ્યો છે.
સુરતને (1) આઈસીસીસી મારફત આવક ઉભી કરવામાં દેશમાં નં.2નું સ્થાન (1) મૌલિક વિચાર (ઈનોવેટિવ આઈડીયા) કેટેગરીમાં આર્થિક રીતે પણ સ્વનિર્ભર થાય તે રીતે કેનાલ કોરિડોર વિકસાવવા માટે દેશમાં નં.2 (2) કોવિડ ઈનોવેશન કેટગરીાં મહામારી સામે લડવા વિવિધ પગલા લેવા બદલ દેશમાં દરખાસ્ત કરનાર 27 શહેરોમાંથી નં.1નું સ્થાન મળ્યું છે. વડોદરાને એકમાત્ર સામાજિક બાબતોમાં એટલે કે હોસ્પિટલ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમમાં દેશભરમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
દેશના પાંચ ઝોન વાઈઝ રેન્કીંગમાં પશ્ચિમ ઝોનમાં સોલાપુરની સાથે અમદાવાદને પ્રથમ રેન્ક મળ્યો છે. જ્યારે નેશનલ સ્માર્ટ સિટીના વિજેતા તરીકે જે ક્રમાનુસાર ત્રણ શહેરો જાહેર થયા છે તેમાં (1) આગ્રા (2) સુરત અને (3) ઈન્દોર સમાવિષ્ટ છે. વિજેતા શહેરોને તા. 27, 28 સપ્ટેમ્બરે ઈન્દોર ખાતે યોજાનાર સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સુપ્રત કરાશે.