Get The App

સુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું 1 - image

સુરત પાલિકાના લિંબાયત ઝોનની એક સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવી દેવાયું 2 - image

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની એક રહેણાંક સોસાયટીના આંતરિક રોડ પર  કેટલાક લોકોએ મંદિર બનાવી દેવાતા ઝોનમાં ફરિયાદ થઈ છે. ઝોન દ્વારા એક વખત ડિમોલીશન કર્યા બાદ ફરીથી મંદિર બનાવી પ્રતિમા મૂકી કબજો કરવાનો પ્રયાસ થતા ફરી ફરિયાદ થઈ છે. આ મંદિર બનાવવા પાછળ  કેટલાક રાજકારણીઓની સોસાયટી ના ખાલી પ્લોટ પર નજર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 

સુરત પાલિકાના  લિંબાયત ઝોનમાં આવેલી સાઈબાબા નગર સોસાયટી  63- 2 હેઠળના નિયમ પ્રમાણે બની હોવાથી આ સોસાયટીમાં રોડ-ડ્રેનેજ અને પાણી સહિતની સુવિધા પાલિકાએ વિના મૂલ્યે પૂરી પાડી છે. હવે આ સોસાયટીમાં 10 જેટલા પ્લોટ છે તે લાડશાખીય વાડી સમાજના છે તેની બાજુમાં થી પસાર થતા રસ્તા પર થોડા સમય પહેલા મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટી અને સમાજના લોકોએ ઝોનમાં અરજી કરતાં 16 ઓગસ્ટના રોજ ડિમોલીશન કર્યું હતું. ત્યાર બાદ એક રાજકારણી દ્વારા આ મંદિર માટે ખાત મુર્હુત કરી ફરી બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

સોસાયટીના આંતરિક રોડ પર મંદિર બનાવવા માટે કેટલાક ધાર્મિક સંગઠનો ને અંધારામાં રાખી તેમની મદદ લેવામા આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઉપરાંત એવા ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે, કેટલાક રાજકારણીઓની નજર આ પ્લોટ પર છે અને તેના કારણે આ મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે પાલિકા એ બનાવેલા રોડ પર જ રાજકારણીના ઈશારે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે તે પાલિકા દુર કરશે કે રાજકીય દબાણ માં કોઈ કામગીરી કરશે નહીં તે તો સમય જ બતાવશે.


Google NewsGoogle News