Get The App

સુરતમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું, હોસ્પિટલમાં દાખલ પીડીતાની હાલત ગંભીર

Updated: Mar 15th, 2025


Google News
Google News
સુરતમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું, હોસ્પિટલમાં દાખલ પીડીતાની હાલત ગંભીર 1 - image


Misdemeanor In Surat: ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલમાં બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. રસ્તાના કિનારે વસવાટ કરતા શ્રમજીવી પરિવારની 6 વર્ષની માસુમ દિકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ પીધેલી હાલતમાં હતો અને તેણે રસ્તા પરથી બાળકીનું અપહરણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

આ પણ વાંચો: સુરતમાં ડબલ રેપ, 4 વર્ષના દીકરા સામે પરિણીતાને બે નરાધમોએ હવસનો શિકાર બનાવી

બાળકી માતા અને ભાઇ-બહેનો સાથે સૂતી હતી, આ દરમિયાન નરાધમે તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બાળકીને પાછી મૂકી ગયો હોવાની માહિતી આપી હતી. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ તપાસ કરી રહી છે. 

સુરતમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું, હોસ્પિટલમાં દાખલ પીડીતાની હાલત ગંભીર 2 - image

Tags :
MisdemeanorSurat

Google News
Google News