Get The App

ચાઈનીઝ દોરીથી ચેતજો! સુરતમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી વધુ એક યુવકનું ગળું કપાયું

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ચાઈનીઝ દોરીથી ચેતજો! સુરતમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી વધુ એક યુવકનું ગળું કપાયું 1 - image


Surat News: રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે. સુરતમાં વધુ એક પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. સોમવારે (બીજી ડિસેમ્બર) શહેરના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું.

સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત

મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી 37 વર્ષીય શૈલેષ વસાવા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પતંગની દોરીથી તેમનું ગળું કપાયું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું. 

ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ

સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16મી જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે.

ચાઈનીઝ દોરીથી ચેતજો! સુરતમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી વધુ એક યુવકનું ગળું કપાયું 2 - image


Google NewsGoogle News