ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સામે સુઓમોટો એક્શન
મકરપુરા પોલીસ સ્ટેશનમાં બંનેની ૭ કલાકની મેરેથોન પૂછપરછ
વડોદરા,ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરનાર ચાઇલ્ડ સેન્ટરના બે મેડમની સામેે રાજ્યના બાળ આયોગ દ્વારા સુઓમોટો એક્શન લેવામાં આવ્યા છે.
પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સની સામે આવેલા ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ ડો.મીરાબેન સંજયભાઇ ખાનવાલા (રહે. વાસણા ભાયલી રોડ) તથા મેડમ પૂજાબેન જયદિપભાઇ શાહ (રહે. ગોવર્ધન ટાઉનશિપ, ડભોઇ રીંગ રોડ) દ્વારા ક્રૂરતા પૂર્વકનું વર્તન કરતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં આજે મકરપુરા પોલીસ સ્ટેશન તપાસ માટે આવ્યા હતા. મકરપુરા પી.આઇ.વી.એસ.પટેલે તેઓની ૭કલાકની મેરેથોન પૂછપરછ કરી હતી. હજી તેઓની ધરપકડ બાકી છે. આ સંસ્થા ગયા ડિસેમ્બરમાં જ વડોદરામાં કાર્યરત થઇ હતી. બંને મહિલાઓ ફિઝિયોથેરાપિસ્ટ છે. વધુમાં રાજ્યના બાળ અધિકાર આયોગ દ્વારા સુઓમોટો એક્શન લઇ બંનેને સમન્શ પાઠવી આગામી તા. ૩ જીએ હાજર રહેવા માટે ફરમાન કર્યુ છે.