સુમુલ દાણના પ્લાન્ટને 2021-22 માં રૃા.28.29 કરોડની જંગી ખોટ
- દાણનો ખોરાક તૈયાર કરવા માટેનું રો-મટીરીયલ મોંઘું થયું : રૃા.100 પૈકી કાચો માલ જ રૃા.82.65 ના ભાવે મળે છે
સુરત
છેલ્લા પાંચ વર્ષથી બાજીપુરા ખાતે કાર્યરત સુમુલની દાણ ફેકટરીના પ્લાન્ટમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષમાં અધધધ રૃા.૨૮.૨૯ કરોડની ખોટ ગઇ છે. જેનુ મુખ્ય કારણ કાચામાલની ખરીદી મોંધી પડતી હોવાનું જાણવા મળ્યુ છે.
સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે દાણ ફેકટરી શરૃ કરી ત્યાંથી સુરત અને તાપી જિલ્લાના ૨.૫૦ લાખ પશુપાલકોને પશુઓ માટે ખોરાક મોકલવામાં આવે છે. સુમુલ દ્વારા રજુ થયેલા ઓડીટ પેરાનો અભ્યાસ કરી થયેલી રજુઆત મુજબ છેલ્લા પાંચ વર્ષથી બાજીપુરા ખાતે કાર્યરત સુમુલ દાણ ફેકટરીમાં ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ૨૮.૨૯ કરોડની ખોટ ગઇ છે.
જેમાં મુખ્યત્વે કાચો માલ એટલે કે દાણનો ખોરાક તૈયાર કરવા માટેનું રો- મટીરીયલ્સ મોંઘુ આવે છે. કાચો માલ જ રૃા. ૧૦૦ માં રૃા.૮૨.૬૫ ના ભાવે આવે છે. જેથી કાચો માલ મોંધો પડતો હોવાથી નુકસાન જઇ રહ્યુ છે. સુમુલના સુત્રો જણાવે છે કે પશુપાલકોના હિતમાં ભાવ વધારો કરાતો નહીં હોવાથી ખોટ જઇ રહી છે. જો રો-મટીરીયલ્સના હિસાબે ભાવ વધારો કરીએ તો પશુપાલકોમાંથી બુમ આવે તેમ છે.