Get The App

સુરત-તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીની જાહેરાત, દૂધના કિલો ફેટે રૂ. 120 બોનસ ચૂકવાશે

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
સુરત-તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીની જાહેરાત, દૂધના કિલો ફેટે રૂ. 120 બોનસ ચૂકવાશે 1 - image


Sumul Dairy Bonus Announces : ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ  120 રૂપિયા બોનસ આપવામાં આવશે.

દૂધના કિલોગ્રામ ફેટે રૂ.120 બોનસ ચૂકવાશે

સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, 'ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે રૂ. 120 બોનસ અપાશે. જ્યારે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખથી વધુ ખેડૂતો માટે ભાવફેર અને બોનસ પેટે 400 કરોડ રૂપિયા ચૂકવાશે.'

આ પણ વાંચો: ઉનાળાની ઋતુમાં વડોદરાના કેરીના ગોદામ અને દુકાનોનું ચેકિંગ : 570 કિલો કેરીનો રસનો નાશ કર્યો, 72 નમુના લીધા

સુમુલ ડેરીની જાહેરાત બાદ સુરત અને તાપી જિલ્લાની 1200 મંડળી સાથે 2.50 લાખ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે. જ્યારે અગાઉ ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે 115 રૂપિયા બોનસ ચૂકવવામાં આવતું હતું. 

Tags :