Get The App

અચાનક રસ્તા પર ગાય આવતા બાઈક સ્લીપ, વેપારી-પુત્રનું મોત

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
અચાનક રસ્તા પર ગાય આવતા બાઈક સ્લીપ, વેપારી-પુત્રનું મોત 1 - image


ગોંડલનાં મોટી ખીલોરી ગામ પાસે અકસ્માત

વાસાવડથી ત્રણ મિત્રો રાત્રે દેરડી ગામે નાસ્તો કરીને બાઈક પર પરત આવતા હતાઅન્ય બે મિત્રો ઘાયલ

ગોંડલ : ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે રાત્રિના ત્રીપલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા વાસાવડના યુવાનોની આડે અચાનક જ ગાય આવી ચડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વેપારી-પુત્રનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.  જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ વાસાવડ રહેતા   વેપારી કિશોરભાઈ મારડિયાનો પુત્ર દક્ષ ઉર્ફે ચિન્ટુ અને તેના બે મિત્રો વિશાખ મહેશગીરી ગોસાઈ અને દિવ્યેશ   રાત્રિના દેરડીથી નાસ્તો કરી બાઈક પર  વાસાવડ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોટીખીલોરી ગામનાં પુલ પાસે   અચાનક રોડ પર ગાય આવી ચડતા બાઈક સ્લીપ થવા સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં દક્ષનું  ઘટનાસ્થળે  મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય બે યુવાનો ઘાયલ થયા હોય, સારવાર માટે સાણથલી હોસ્પિટલે ખસેડાયા હતા.

અકસ્માતમાં  મોતને ભેટેલો દક્ષ અભ્યાસ કરતો હતો. બે ભાઇઓનાં પરીવારમાં નાનો હતો. તેનાં પિતા ઇલેક્ટ્રોનિકનો વેપાર કરે છે. યુવાન પુત્રનું અકાળે મોત નિપજતા પરીવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ અકસ્માત અંગેની  તપાસ સુલતાનપુર પોલીસ જમાદાર અર્જુનભાઈ દવેરાએ હાથ ધરી હતી.


Google NewsGoogle News